Pallavi Oza

Others

3  

Pallavi Oza

Others

બજરની ડબ્બી

બજરની ડબ્બી

2 mins
132


અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા ફ્લેટમાં હું છ એક માસથી મારા ફેમિલી સાથે રહેવા આવી છું. હમણાંથી મારી તબિયત થોડી નરમ ગરમ રહે છે, માટે હું સવારે નીચે બગીચામાં કસરત કરવા તેમજ ચાલવા માટે જાવ છું.

આજે પણ થોડી કસરત કરીને કુણા તડકામાં પગથિયાં પર બેસી, એવામાં એક ખાસ્સી મોટી ઉંમરના માજી લાકડીના ટેકે ચાલતા ચાલતા આવતા હતા, મેં તેમને તડકામાં બેસવાનું કહ્યું. તેઓ મારી પાસે 'હાશ' કરતા બેસી ગયા તેનાં હાથમાં એક નાની થેલી હતી.

તેઓ મને થેલી બતાવતા કહે, "આમાં બજર છે ને પાણીનો શીશો છે દરવાજા બહાર જઈ ભાંગ ઘસીને પોરો ખાતાં ખાતાં કલાક પછી ઘરે ‌જઈશ."

મેં કહ્યું, "ઘરે બજર ઘસી લેતા હો તો ?"

માજી કહે, "વહુ ને નથી ગમતું , બધું ખરાબ થાય છે ને ભાંગની વાસ પણ આવે છે, મારો દીકરો હોય ત્યારે વહુ મારી સાથે સારી રીતે વર્તે છે તેનાં બહાર ગયા પછી ફરી જાય છે, બે ટંકના રોટલા આપે છે મારે એકલીને બીજું શું જોઈએ."

મેં કહ્યું, "ઘરમાં તમે કોણ કોણ છો ?"

માજી કહે, "દીકરાના ઘરે દીકરો છે, તેની વહુ આવી ગઈ છે, નાની વહુ મારૂં ધ્યાન રાખે છે પણ, મારી વહુ !"

મેં કહ્યું, "એ તો તમારૂ વ્યાજ કહેવાય, તે ધ્યાન રાખે છે ‌ તો સારૂં કહેવાય, તમારે તેની સાથે વાતો કરવી.

માજી કહે, "મારે ભાંગ ઘસવા છેક બહાર જવું પડશે."

મેં પગથિયાં પાસે આવેલો ઝાડનો ક્યારો બતાવતા કહ્યું,  "અહીં ખૂણામાં બેસીને આ ક્યારામાં ભાંગ ઘસી લેજો."

માજી કહે, "કોઈ મને ના નહીં પાડે ને ? "

હું તેને જોતા જ રહી ગઈ, આજે ઉંમરલાયક માણસની હાલત તો જુઓ.


Rate this content
Log in