ભજીયા પાર્ટી
ભજીયા પાર્ટી
એક મોટું જંગલ હતું. તેમાં ઘણાં પ્રાણીઓ રહેતા હતા. હાથી, સિંહ, સસલું, શિયાળ, વાંદરો, ઉંટ, વગેરે. એક દિવસ બધાં પ્રાણીઓ ભેગા થયા. એમાં વાંદરાભાઈ કહે," આ મનુષ્ય લોકો રોજ ભજીયાની પાર્ટી કરે. તે એમાં શું હશે."
હાથીભાઈ કહે," એમાં શું ? ચાલોને આજે આપણે પણ ભજીયા પાર્ટી કરીએ. ઉંટ કહે, "એમાં જરૂરી વસ્તુઓ લાવવી ક્યાંથી ?"
સસલાભાઈ કહે, "એમાં શું ? ચાલો બજારમાંથી ખરીદી કરી લાવીએ. ચણાનો લોટ, મરચાં, મેથીની ભાજી, ડુંગળી.પછી કરીએ ભજીયાની પાર્ટી."
હાથીભાઈ અને સિંહભાઈ તો બેસી ગયા બધો સામાન લઈ. ચણાનો લોટ મિક્ષ કરી લોટ બાંધ્યો. કરવા બેઠા ભજીયા. પણ ભજીયા બરાબર પડે નહીં. હવે કરવું શું ?
આટલી મહેનત કર્યા પછી ભજીયા ન બને એ તો ખોટું. ત્યાં તો હાથીભાઈ ગયા બાજુના ગામમાં. જ્યાં તેમનો એક મિત્ર આશિષ રહેતો. તેમણે બધા પ્રાણીઓને ભજીયા બનાવતા શીખવાડતા અને ખવડાવ્યા પણ.
