Bhavna Bhatt

Others

5.0  

Bhavna Bhatt

Others

ભીંજાયેલી યાદો

ભીંજાયેલી યાદો

1 min
632


ભીંજાયેલી યાદોથી દિલનું વૃક્ષ પાંગરતું રહે એ પણ જરૂરી છે. અને મન પર્ણ થઈ ખરતું રહે એ પણ જરૂરી છે. સમી સાંજે બેસી કરેલી એ મીઠી વાતો એ વાતોના લીલીછમ વન ઉગી નીકળ્યા છે. સતત એક જણનું મળવું જે રીતે લાગે છે આવશ્યક. સતત એ દૂરથી સ્મરતું રહે એ પણ એટલુ જરૂરી છે. ભાવનાઓ યાદોથી કેટલુ વહી રહ્યું છે. એ ભીંજાયેલી યાદોના બાકડે દિલ ખીલી ઊઠે છે. હજી હમણાં સુધી જેણે ભીતરની ભેખડો તોડી હતી. હવે એ પૂર ઓસરતું રહે એ પણ જરૂરી છે. ન આવે કાલ વીતેલી ફરીથી આંખની સામે એ કોઈ દૃશ્ય તરવરતું રહે એ પણ જરૂરી છે. ઉતરશે ક્યાં સુધી કેવળ અહીં આ તેજનાં ટોળાં સમી સાંજના ભીંજાયેલ યાદોના તિમિર ક્યારેક અવતરતું રહે એ પણ ભાવના એટલુજ જરૂરી છે.


Rate this content
Log in