" ભાગ્ય અપના અપના "
" ભાગ્ય અપના અપના "


"ભાગ્ય અપના અપના, ભાગ્ય અપના અપના "
" ફેન્ટાસ્ટિક, વાહ ખુબ, ઉમંગ સિંઘ તમારો ઓડીશન પુરો થયો. આપણી સીરિયલ "ભાગ્ય અપના અપના"થી તારી કારકિર્દીને ચાર ચાંદ લાગશે !"ટીવી સીરિયલ ના ડાયરેક્ટર બોલ્યા.
આ સાંભળીને ટીવી સીરિયલનો સ્ટ્રગલર ઉમંગ ખુશ થયો. હાશ હવે એક સીરીયલમાં તો કામ મલ્યું. હવે હું આ સીરિયલમાં મારી એક્ટિંગથી બધાને ખુશ કરીશ.
"અત્યાર સુધી આ કલાકાર ક્યાં હતો ? આપણે સીરિયલ માટે આવાજ એક્ટરની જરૂર છે." સીરિયલનો પ્રોડ્યુસર બોલ્યો.
હવે તો ઉમંગની ખુશી વધી ગઈ. "મી.ઉમંગ સીરિયલમાં તમારું પાત્ર હીરોના એક ગરીબ મિત્રનું છે. આવતા વીકમાં તમારે સીરિયલ સાથે જોડાવાનું છે. પણ ગરીબ મિત્ર તરીકેના ત્રણ ચાર જોડી કપડાં તારે લાવવા ના છે. એ ખર્ચ અમે તારા પેમેન્ટ સાથે આપી દઇશું." ડાયરેકટર બોલ્યો.
અત્યંત ખુશ થઈને ઉમંગ ઘરે ગયો. અને મોંઘી બ્રાન્ડના ચાર જોડી કપડાં ની ખરીદી કરી. એક અઠવાડિયા સુધી એક્ટિંગની પ્રેક્ટિસ કરી. સીરિયલના શુટિંગ ના દિવસે ઉમંગ ડાયરેક્ટર પાસે આવ્યો. અને પોતાની એક્ટિંગ ક્યારે કરવાની છે ? એમ પુછ્યુ તેમજ ચાર જોડી કપડાંનું બીલ આપ્યું.
"સોરી, ઉમંગ, આ સીરિયલમાં હવે તમારૂં કામ નથી."
"કેમ? કેમ ?.." ઉમંગ બોલ્યો.
"જુઓ ઉમંગ આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ છે. કલાકારનું રીપ્લેશમેન્ટ તો રહેવાનું જ ! સીરિયલના પ્રોડ્યુસરના એક મિત્ર કલાકારને સિલેક્ટ કર્યા છે. હમણાં જ એ કલાકાર આવતો જ હશે. સોરી !"
"પણ,પણ આ ચાર જોડી કપડાના રૂપિયા !"
"જો,ઉમંગ, તને કોઈ નવી બીજી સીરિયલમાં લઇશ. તારો મોબાઈલ નંબર આપી રાખ. આ સિરિયલમાં તો તું નથી એટલે આવા રૂપિયા ચુકવી શકાશે નહીં."
ઉમંગ નિરાશ થયો અને બબડ્યો 'ભાગ્ય અપના અપના"