Viha Oza

Others

5.0  

Viha Oza

Others

"બેસ્ટ ફ્રેન્ડ"

"બેસ્ટ ફ્રેન્ડ"

2 mins
8.0K


જેની વાતમાં કોઈ પણ ઢંગધડો ન હોય એ બેસ્ટ ફ્રેન્ડ. જે હું બે કલાક ઓનલાઈન ન આઉં તો એંસી - નેવું કૉલ અને અઢીસો મેસેજીસ કરે એ બેસ્ટ ફ્રેન્ડ. હું હસું તો રડાવે અને રડું તો હસાવે, કોઈપણ કારણ વગર એ સાથે જ હોય અથવા એમ કહું કે એને મારી સાથે રહેવા કોઈ કારણની જરૂર નથી એ બેસ્ટ ફ્રેન્ડ.

જયાં સુધી ના જમ્યું હોય જાણે એ ભૂખ્યો હોય એમ રાડો પાડે

અને જમી લીધા પછી મને રોજ ભૂખ્ખડ કહીને ચિડવે એ બેસ્ટ ફ્રેન્ડ,

સાજી હોઉં ત્યારે એક પણ મોકો મને હેરાન કરવાનો ના ચૂકે પણ જ્યારે બિમાર પડું ત્યારે નાનું બેબી બિમાર પડે ને કોઈ વડીલ ધ્યાન રાખે એવું મારું ધ્યાન રાખે એ બેસ્ટ ફ્રેન્ડ.

બિમાર પડું ત્યારે દવા બે-પાંચ મિનિટ મોડી લઈશ તો આભ ફાટશે એટલો ડરે એ બેસ્ટ ફ્રેન્ડ, ખુશ હોઉં ત્યારે દરરોજ નવી વાતો કરીને ચિડવે અને જ્યારે ઉદાસ હોઉં ત્યારે દુનિયા ભરના સ્ટુપિડ જૉક્સ મને હસાવવા માટે કહે એ બેસ્ટ ફ્રેન્ડ.

ગમે ત્યારે ગમે એટલો ગુસ્સો કરું કે ખિજાઉં કે બોલવાનું બંધ કરું તો સામ, દામ, દંડ, ભેદ કરીને મને મનાવે એ બેસ્ટ ફ્રેન્ડ, સવારથી લઈને સાંજ સુધી ઈન ફેક્ટ હું સૂઈ ન જઉં ત્યાં સુધી એની વાતો અને મેસેજીસ ચાલુ હોય એ બેસ્ટ ફ્રેન્ડ.

મારા જમવાં સહિતની જવાબદારી મમ્મી પપ્પાએ જેને સોપી હોય એ બેસ્ટ ફ્રેન્ડ, કોઈની વાત ન સાંભળે પણ બેસ્ટીનું કહ્યું એક વારમાં માને એ બેસ્ટ ફ્રેન્ડ, બેસ્ટી ઢીલી પડે એટલે એને હિંમત આપે એ બેસ્ટ ફ્રેન્ડ,

સુખ હોય કે દુઃખ હંમેશાં સાથ આપે એ બેસ્ટ ફ્રેન્ડ.

મારા દુઃખમાં મારી એક માત્ર સપોર્ટ સિસ્ટમ કે જે બધું જ જાણે એ બેસ્ટ ફ્રેન્ડ, નિરાશા દૂર કરે એ બેસ્ટ ફ્રેન્ડ, ખુશિયોનો વરસાદ કરે એ બેસ્ટ ફ્રેન્ડ.

જેને હકથી કહી શકાય કે યા તો મે યા ફિર વો એ બેસ્ટ ફ્રેન્ડ, મારા એક વાક્ય પર ગમતી વસ્તુ કે વ્યક્તિ છોડી દે એ બેસ્ટ ફ્રેન્ડ, જેનો લાઈફ પાર્ટનર પણ મે સિલેક્ટ કર્યો એ બેસ્ટ ફ્રેન્ડ.

જેનું હું આખ્ખો દિવસ હું લોહી પીઉં છું એ બેસ્ટ ફ્રેન્ડ, સાથે રડી અને રડાવી પણ શકું છું એ બેસ્ટ ફ્રેન્ડ, મારી ઝિંદગીના ટીટુ અને મારી લાઈફના ડોરેમોનને હેપ્પી થર્ડ જીગરજાન ડે !

કહેવા માટે હજું બહું બધું ઓછું છે પણ તું મારો ડોરેમોન છે અને હું સોનું એ ભૂલતો નહીં.


Rate this content
Log in