STORYMIRROR

Shalini Thakkar

Children Stories Inspirational

4  

Shalini Thakkar

Children Stories Inspirational

બદલાવ

બદલાવ

3 mins
261

શાનદાર એવોર્ડ ફંક્શનમાં બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડ માટે જેવું નૂતન અહુજાનું નામ જાહેર થયું આખો હોલમાં તાળીના ગડગડાટથી ગૂંજી ઊઠ્યો. પોતાનું નામ જાહેર થતાં જ જેવી નૂતન સ્ટેજ પર એવોર્ડનો સ્વીકાર કરવા માટે સ્ટેજ પર આવી, પ્રેક્ષકો એને વધાવી લીધી. સુડોળ કાયા અને અદભૂત વ્યક્તિત્વ ધરાવતી ટેલેન્ટેડ અભિનેત્રી નૂતન જાણે કોઈ સ્વર્ગની અપ્સરા સમી સુંદર અને આકર્ષક લાગી રહી હતી. એને એવોર્ડનો સ્વીકાર કરતા જોઈને દૂર પ્રેક્ષકમાં બેઠેલી એની માતા શ્રીમતી દેવયાની આહુજાને આંખમાં અશ્રુધારા વહેવા માંડી. એની આંખોમાંથી વહેતી આંસુની ધારાઓથી ઝાંખી થઈ ગયેલી એની આંખો સામે એને ભૂતકાળનું ધૂંધળું થઈ ગયેલું દ્રશ્ય દેખાવા માંડ્યું.

આજે પણ રોજ સાંજની જેમ એની લાડકવાયી ગોળ મટોળ દીકરી નૂતન રડતા રડતા ઘરમાં પ્રવેશી. નૂતન રોજ સાંજે પોતાની સોસાયટીની બહેનપણીઓ સાથે રમવા જતી. આજે બધી બહેનપણીઓ ભેગા થઈને નૂતનની બાજુમાં રહેતી એક છોકરીના ઘરે ભેગા થઈ ને મૂવી જોવાનો કાર્યક્રમ રાખ્યો હતો. એ મુવી બધાની ફેવરિટ અભિનેત્રી પૂનમ કપૂરની હતી. મૂવીમાં પૂનમ એટલી સુંદર લાગતી હતી કે એને જોઈને નૂતન બોલી ઊઠી," વાહ કેટલી સુંદર લાગે છે. હું પણ મોટી થઈને આના જેવી અભિનેત્રી બનીશ." એકદમ બેડોળ અને લગભગ કદરૂપી કહી શકાય એવી નૂતનના મોઢામાંથી આ વાત સાંભળીને એની બધી બહેનપણીઓ ખડખડાટ હસવા માંડી. પોતાનો મજાક થતા જોઈને નૂતન ને ખૂબ જ દુઃખ થયું અને એ રડતી રડતી પોતાના ઘરે જતી રહી. પોતાની બેડોળ કાયા અને સાધારણ વ્યક્તિત્વને કારણે આવા પ્રકારનું વર્તન લગભગ રોજ એની સાથે થતું. અને એના નિર્દોષ સ્વભાવના કારણે એ બધું ભૂલી જતી. પરંતુ આજે એને પોતાના બહેનપણીઓને એની મજાક કરતા જોઈને થોડું વધારે દુઃખ લાગ્યું હતું. એ રડતા રડતા ઘરે ગઈ અને પોતાની મમ્મીને બધા ની ફરિયાદ કરવા માંડી અને કહેવા માંડી કે આ વખતે તો હું જરૂર બધા સાથે એમની કહેલી વાતનો બદલો લઈશ. પોતાની પુત્રીને રોજ આ રીતે બીજા લોકો દ્વારા મજાકનું સાધન બનતા જોઈને એની માતા દેવયાની એ પણ આજે મનના કોઇ નિશ્ચય કરી લીધો. એણે ખુબ જ શાંતિથી નૂતન ને પોતાની બાજુમાં બેસાડી અને પ્રેમથી સમજાવ્યું કે બેટા જીવનમાં અગર મોટો બદલાવ અને પરિવર્તન લાવવું હોય તો આપણી મજાક અથવા તો નિંદા કરનારા લોકોની વાતથી દુઃખી થઈને એમની સાથે બદલો લેવામાં પોતાની ઊર્જાનો વ્યય કરવાની જગ્યાએ એમના દ્વારા થયેલી નિંદા અથવા તો મજાકને પોતાની પ્રગતિના પથ પર ચડવાની સીડી તરીકે ઉપયોગ કરીશ તો તારા જીવનમાં તું ચમત્કારો પણ સર્જી શકીશ. તેમની કહેલી વાતને તારી કમજોરી નહીં પરંતુ તારી તાકાત બનાવ. અને હા આ જીવનમાં સફળ થવાનો એક મંત્ર છે કે પ્રયત્ન કરવાવાળાનો ક્યારે પરાજય નથી હતો. પોતાની માતા તરફથી કહેવાયેલી વાતનો સકારાત્મક બીજ નૂતનના કુમળા માનસમાં રોપાઈ ચૂક્યું હતું. એની માતાએ એના જીવનમાં આવેલી એ સંવેદનશીલ નાજુક ક્ષણના બીજને પોતાની સકારાત્મક પ્રેરણાનું પોષણ આપીને એના પર સુંદર ભવિષ્યનું નિર્માણ કરી દીધું હતું. બસ પછી તો જોવાનું શું હતું ? નૂતનને પોતાના વ્યક્તિત્વમાં પરિવર્તન લાવવાની લગન લાગી ગઈ. તેણે યોગા,જીમ ડાયટ કંટ્રોલ બધું જ શરૂ કરી દીધું. તેને ના દિવસ જોયો ના રાત. બસ એક સપનું જોયું અને એને સાકાર કરવા પાછળ પડી ગઈ. પોતાની તનતોડ મહેનત અને મનોબળથી એનું મન અને શરીર જાણે એક નકારાત્મક કીડામાંથી મુક્ત થઈને એક સકારાત્મક રંગીન અને સુંદર હળવા ફૂલ જેવા પતંગિયાં પરિવર્તિત થઈ ગયું. અને જોનારા મોઢામાં આંગળી નાખતા રહી ગયા.

આજે એવોર્ડ ફંક્શનમાં એવોર્ડ સ્વીકારતી વખતે જેવી નૂતન અને એની માતા દેવયાનીની આંખો એકબીજાને મળી બંને મનોમન બોલી ઊઠ્યાં કે પ્રયત્ન કરવાવાળાનો ક્યારે પરાજય નથી થતો.


Rate this content
Log in