The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Dilip Ghaswala

Inspirational Children Stories

3  

Dilip Ghaswala

Inspirational Children Stories

બાપા સૌને સદબુદ્ધિ આપો

બાપા સૌને સદબુદ્ધિ આપો

4 mins
661


શ્લોક અને સ્તુતિ આવનાર ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે યોજાનાર આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધાની તૈયારી કરી રહ્યા હતા. એમાં એમણે નવી ગણેશ આરતી બનાવી હતી. સ્પર્ધાનો વિષય હતો "ગણેશ ઉત્સવનું આજના સમયમાં કેટલું મહત્વ ?" શ્લોક આઠમા ધોરણમાં અને સ્તુતિ છઠ્ઠા ધોરણમાં ભણતી હતી. તેઓ નગરપાલિકાની શાળામાં ભણતા હતા. તેમનું વક્તવ્ય હજુ લખતાં હતાં ત્યાં જ દરવાજે ટકોરા પડ્યા. દરવાજો ખોલ્યો તો સામે એપાર્ટમેન્ટના પ્રમુખ ઉભા હતા તેમની સાથે બે-ચાર ચમચાઓ પણ હતા. તેમના મોઢા દુર્ગંધ મારી રહ્યા હતા. તેઓ ગણપતિનો ફાળો ઉઘરાવવા આવ્યા હતા.


શ્લોક સામાન્ય પરિવારમાં ઉછરેલો હતો તેના પિતાજી કાપડની મિલમાં સામાન્ય કારીગર હતા. ખુબ જ ઓછો પગાર એમને મળતો હતો. જેમ તેમ તેમનું ગુજરાન ચાલતું હતું . પ્રમુખે કર્કશ અવાજમાં ગણપતિનો ફાળો માંગ્યો. શ્લોક ગભરાઈને અંદર મમ્મી પાસે દોડી ગયો અને અંદરથી એકસો એક રૂપિયા લઈ આવ્યો. તો પ્રમુખે રૂપિયા લેવાનો ઇનકાર કર્યો અને કહ્યું


"આટલા રૂપિયા નહીં ચાલે, દરેક જણાએ ઓછામાં ઓછા એક હજાર રૂપિયા તો આપવાના જ છે."

આ સાંભળી શ્લોકની મમ્મી દોડી આવી અને કહ્યું,

"ભાઈ આટલા જ રૂપિયા રાખો અમે ખૂબ જ સામાન્ય માણસ છીએ. અને એમને ત્રણ મહિનાથી પગાર પણ મળ્યો નથી. ખૂબ જ મંદી છે ભાઈ"

તો પ્રમુખે તુમાખી ભર્યા સ્વરમાં કહ્યું ,

"એ અમારો સવાલ નથી .મિટિંગમાં નક્કી થયું છે એટલે આપવા જ પડશે ".

સીમાબેને કરગરીને કહ્યું,

"ભાઈ ધરમના કામમાં તો જે આપે તે લઈ લેવા જોઈએ. ગણપતિબાપા કંઈ તમને ફોર્સ નથી કરતા કે મારી મૂર્તિ ઊંચામાં ઊંચી લાવો." 

એટલે વચ્ચેથી કાપીને પ્રમુખ બોલ્યો, "એ બહેન , અમે બૈરાઓ સાથે ઝાઝી મગજમારી કરતા નથી. તમારે હજાર રૂપિયા આપવા છે કે નહીં ? જો નહીં આપશો તો અમો તમને આ સોસાયટીમાં રહેવા નહીં દઈએ. અને મોંમાંથી, પિચકારી મારી કર્કશ અવાજે કહ્યું ,"સાંજ સુધીમાં પૈસા તૈયાર રાખજો...નહિ તો...." એટલું કહી ગંદુ હસીને નીકળી ગયા.


સીમાબેન ગભરાઈ ગયા. હવે પૈસા તો નથી. એમની આંખોમાં આંસુના તોરણો બંધાઈ ગયા. એમની નજર ઘરના ગણપતિ પર ગઈ અને ચોધાર આંસુએ રડી પડ્યા. એટલામાં શ્લોક રૂપિયા ભરેલો માટીનો ગલ્લો લઈ આવ્યો અને ફોડીને રૂપિયા ગણ્યા તો પૂરા એકસો બાવન રૂપિયા હતા. મમ્મી પણ ગણપતિની મૂર્તિ તરફ દયામણી નજરે જોઈને કહ્યું ,

"બાપા, આ મુશ્કેલીમાંથી હવે તમે જ ઉગારો".


શ્લોક ને છાતી સરસો ચાંપીને સીમાબેન બોલ્યા,"તારે તારી બચત આપવાની જરૂર નથી. હું તારા મામા પાસેથી રૂપિયા લઇ આવું છું એમણે એમના ભાઈ રોહિતને બધી વાત ફોન પર જણાવી. રોહિતે કહ્યું ,"બહેન તું જરાયે ગભરાઈશ નહી હું વાત કરું છું". રોહિતે આવીને પ્રમુખને કહ્યું ,"તમે ગણેશ મંડપમાં બેસીને જે ગોરખ ધંધા કરો છો તેની ખબર આખા ગામમાં છે. હું પોલીસ ફરિયાદ નોંધાવી ને કહીશ કે તમે ગેરકાયદે મંડળી બનાવો છો અને ધર્મને નામે ગેરકાયદેસર નાણા ઉઘરાવો છો. ગણેશ મંડપની પાછળ તમે દારૂની મહેફિલ માણો છો અને સાથે સાથે જુગાર પણ રમો છો. મારી બેન તમને માત્ર ૫૧ રૂપિયા આપશે. તમારે લેવા હોય તો લ્યો નહીં તો હું જ પોલીસમાં ફરિયાદ કરી દઈશ". આ સાંભળી પ્રમુખ ખૂબ ગભરાઈ ગયો અને કમને ૫૧ રૂપિયા લઇ લીધા.


શ્લોક આ બધું સાંભળતો હતો તેના કુમળા માનસ પર આની ખુબ જ હું ઘેરી અસર થઈ અને આવતીકાલની વક્તૃત્વ સ્પર્ધાની તૈયારીમાં લાગી ગયો અને બીજા દિવસે એટલે કે ગણપતિ ચોથના આગલા દિવસે વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગયો અને એણે એનું વક્તવ્ય આપવાનું શરૂ કર્યું. એણે એની બનાવેલી ગણેશજીની આરતીથી શરૂઆત કરી.

આરતી પૂરી કરી પછી, તેને વક્તવ્ય શરુ કર્યું.


આજે મારે સંબોધન ગણપતિ બાપા ને જ કરવું છે.

ગણપતિ દેવા ,તમે મારા ફેવરીટ દેવા છો.  અમે એટલા ગરીબ છીએ કે અમે તમારા નામે ફાળો મરજી મુજબ આપીશકતા નથી. તમે તો અંતર્યામી છો બાપા, મારી તમારી સામે એક ફરિયાદ છે. ગઈકાલે તમે મારા ઘરનું દ્રશ્ય તો જોયું જ હશે, કેવા બળજબરીથી તમારા નામે પૈસા ઉઘરાવે છે બાપા. તમારો હવાલો ગલીના ગુંડાઓએ લઈ લીધો છે. અમારી પાસેથી ફરજિયાત હજાર રૂપિયા ઉઘરાવીને આ ગુંડા લોકો આ રૂપિયામાંથી દારૂ અને જુગાર રમે છે. કોઈ બોલવા વાળું નથી એમને. મારી નાખવાની ધમકી આપે છે. ગયા વર્ષે તો હદ કરેલી બાપા તમારી મૂર્તિ અમારી સોસાયટી વાળા નદીમાં વિસર્જન કર્યા વગર કિનારે જ મુકીને ભાગી આવ્યા હતા. તમારી આ ખરાબ દશા જોઈને આ વખતે અમે ફાળો નહીં આપવાનું નક્કી કર્યું હતું. તો પણ ના છૂટકે ગુંડાલોકોથી છુટકારો મેળવવા ૫૧ રૂપિયા તો આપવા તૈયાર થયા. પણ એ લોકો લેવાની ના પાડે છે. મારી મમ્મી કહે છે કે તમે આ દુનિયા ચલાવો છો તો તમે આવા ગુંડાઓને રોકતા કેમ નથી. અમે તો ૫૧ રૂપિયા આપવાની કોશિશ કરી તો એક હજાર રૂપિયા આપવાની જીદ કરી ને ધમકી આપીને તેઓ ચાલ્યા ગયા. અરે તમે તો દુઃખ હરતા છો અમારું આ દુખ નહીં ભગાડો"

કહી શ્લોક રડી પડ્યો અને તાળીઓનો ગડગડાટ થઈ ગયો શિક્ષકોની આંખો ભીની થઇ ગઇ. સ્પર્ધા પૂરી થતાં જ શ્લોકને પ્રથમ વિજેતા જાહેર કર્યો અને ઇનામમાં ગણપતિની મૂર્તિ આપી એ પણ ચાંદીની. એ હરખાતોહરખાતો ઘરે દોડ્યો અને મમ્મીને બુમ પાડીને કહેવા લાગ્યો, "મમ્મી હવે આપણે આપણા ઘરે જ ગણપતિનું સ્થાપન કરીશું." પછી આખી સોસાયટીના છોકરાઓ ભેગા થઈને દરેક જણાને કહી આવ્યા કે' "કોઈ પૈસા આપશો નહીં આપણે મારા ઘરે જ ગણેશજીનું સ્થાપન કરવાનું છે ."બધા એકસૂરે બોલ્યા,' ગણપતિ બાપ્પા મોરિયા"


ત્યાં તો પોલીસની સાયરન સંભળાય સોસાયટીમાંથી લોકો બહાર જોવા આવ્યા, તો પોલીસની જીપ આવી ગઈ હતી અને પ્રમુખને પકડી જતી હતી. પ્રમુખે ગણેશજીના મંડપમાં જ દારૂની બાટલી સંતાડી હતી. તેમના જ કોઈ ચમચા એ પોલીસને માહિતી આપી દીધી હતી. અને જેવી પોલીસે હથકડી પહેરાવી પ્રમુખને જીપમાં બેસાડ્યો એટલે આખી સોસાયટી બોલી ઉઠી "ગણપતિ બાપા મોરિયા" અને શ્લોકે ગણપતિ બાપાનો આભાર માન્યો અને કહ્યું, "બાપા તમે આજે પણ હાજરા હજુર 

 છો ! ચમત્કાર આજે પણ બને છે.  બાપા, સૌને સદબુદ્ધિ આપો.


Rate this content
Log in

More gujarati story from Dilip Ghaswala

Similar gujarati story from Inspirational