Nayanaben Shah

Children Stories

3  

Nayanaben Shah

Children Stories

બાળમજૂરી

બાળમજૂરી

2 mins
212


"પીન્કી તું હજી ઉંઘે છે ? ઘડિયાળમાં જો કેટલા વાગ્યા છે ? આવી રીતે તું આળસુવેડા કરીશ તો તું જિંદગીમાં કંઈ જ કરી નહીં શકે. અમારા માબાપે તો અમારા માટે આવુુ બધુ કંઇ જ ના કર્યું. તમને આટલી બધી સગવડો મળે છે ત્યારે તમને કંઇ જ કિંમત નથી" પીન્કીની મમ્મીના અવાજમાં ભારોભાર ગુસ્સો વર્તાતો હતો.

પીન્કીની સવાર આમ જ મમ્મીની વઢથી જ ચાલુ થતી. એને પણ સ્કુલે જવાની ઈચ્છા થતી પણ એ વધુ જક કર તો એની મમ્મીનો માર ખાવો પડતો. પીન્કી હવે સમજણી થઈ ગઇ હતી. તે દિવસે ડાન્સ ક્લાસમાંથી પાછા ફરતાં એક ચાની લારી પાસે ચા પીવા રોકાયા ત્યારે મમ્મી ચાવાળાને કહી રહી હતી,

"આટલા નાના છોકરાં પાસે કપરકાબી સાફ કરાવે છે ? બાળમજુરી ગુનો છે."

બાળકની રમવાની ઉંમરે કામ કરાવતાં શરમેય નથી આવતી. તે રાત્રે પિન્કી વિચારતી હતી કે મને પણ મમ્મી સ્કુલે મોકલવાને બદલે આખો વખત ડાન્સ ક્લાસમાં લઈ જાય. ઘેર આવું કે તરત ડાન્સ ટીચર ઘેર આવી જાય. ટી.વી. પર પ્રોગ્રામ આપવાનો છે એટલે મહેનત તો કરવી જ પડશે કારણ મમ્મીનું કહેવું છે કે એકાદ વર્ષ નહીં ભણો તો ચાલશે પણ તારૂ નામ ભારતભરમાં ગુંજતું થવું જોઇએ. ડાયેટીશીયન કહે એજ ખાવાનું બીજું કંઈ જ ખાવાનું નહીં.

તે દિવસે એની બહેનપણીએ પાર્ટી રાખી હતી એ ઘેર આમંત્રણ આપવા આવી ત્યારે મમ્મી એ તેનું અપમાન કરતાં કહેલું, "પીન્કી નહીં આવે એને તો મારે કંઈક બનાવવાની છે. આ બધું સામાન્ય છોકરીઓ માટે હોય, પીન્કી માટે નહીં ."

એ રાત્રે પીન્કી ઘણું રડી. વિચારતી હતી કે બાળમજૂરી વિરોધ વાતો કરનારી મારી મા મારી પાસે મજૂરી જ કરાવે છે. મજૂરીના બદલામાં પૈસા મળતાં હોય પણ મારા જેવી બાળમજૂરને પૈસા પણ નથી મળતા પણ મમ્મીને મારી મહેનત બદલે પોતાની વાહ...વાહ જોઈએ છે.પણ મને પિઝા કે બર્ગર ખાવાની બંધી છે કારણ ડાયેટીશીયને ના કહી છે. આ મજૂરીને "સોફેસ્ટીકેટેડ" બાળમજૂરી ના કહેવાય !


Rate this content
Log in