અવકાશ
અવકાશ
શારદાબેને ઘડિયાળમાં જોયું રાત્રે ૮ વાગવા આવેલા. એમને ખાતરી હતી કે હમણાં જ છોકરાંઓ આવશે અને આજે પણ એમને વાર્તા જ સાંભળવી હશે. છેલ્લા મહિનાથી છોકરાંઓ દરરોજ નવી વાર્તા સાંભળવાની જકક કરે છે. હવે તો વાર્તાઓ કહી કહીને એ કંટાળી ગયા હતાં પણ એ દાદી હોવાથી બાળકોને નિરાશ કરી શકતાં ન હતાં. એમને રામાયણ અને મહાભારતની વાર્તાઓ તો કહી દીધી હવે કઈ વાર્તા કહેવી એવું વિચારતાં હતાં ત્યાં જ બાળકો એ કહ્યું કે, "આજે આપણે અગાસીમાં સૂઈ જવા ચલો"
કોકીલા અને સૂરજ બંને નાનીમાને ત્યાં વેકેશનમાં રહેવા માટે આવેલા. શહેરમાં તો બધા એ. સી. માં જ સૂતાં. શરૂઆતમાં તો ગામડેથી આવેલા બાળકોને ખૂબ ગમતું. પરંતુ ધીમે ધીમે એમને ગામડાંની ચોખ્ખી હવા અને ખુલ્લુ વાતાવરણ યાદ આવી ગયું અને આજે નાનીમા ને કહ્યું, "ચલો અગાસીમાં સૂઈએ. "
બંને બાળકો ચંદ્ર સામે જોઈને બોલ્યા, "નાનીમા, રામજી ભગવાને નાનપણમાં આ ચંદ્ર પકડવાની જકક કરી હતી ને ? આ ચંદ્ર પણ ઘણીવાર મોટો હોય નાનો હોય એવું કેમ થાય છે ? અરે, ઘણી વાર તો ચંદ્ર ગાયબ થઈ જાય છે. નાનીમા આજે વાર્તાને બદલે ચાંદામામાની વાતો કરો ને !
ચંદ્ર પૂર્ણિમાને દિવસે પૃથ્વી સંદર્ભે બરાબર સામે આવી જતો હોવાથી પૂર્ણ થાળી રજુ કરે છે. અમાસને દિવસે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જતો હોવાથી અને તે સ્વયં પ્રકાશિત નહિ હોવાથી તેના પૃથ્વી તરફના ભાગ પર સૂર્યનો પ્રકાશ નહિ પડતો હોવાથી પૃથ્વી પરથી તે દેખાતો નથી. તે અમાસને દિવસે ગાયબ થયેલો લાગે છે.
બાળકો, તમને ખબર છે કે ચંદ્ર દરરોજ એક નવા તારક સમૂહમાં પ્રવેશે છે. મહિનાના સમય દરમ્યાન તે ર૭ કે ર૮ તારક સમૂહને પસાર કરે છે. તેને નક્ષત્ર કહે છે. પૂનમ પછી ચંદ્ર પર મિનિટ મોડો ઊગે છે.અને પૃથ્વીની ધરીની સીધી લીટીમાં જે દેખાય તે ધ્રુવનો તારો.
આકાશ ગંગા મંદાકિનીના તારાની છે. બ્રહ્માંડના પર્યાવરણમાં મંદાકિનીઓ છે અને મંદાકિનીઓના પર્યાવરણમાં સૂર્યો તારા છે. સૂર્યના પર્યાવરણમાં ગ્રહો છે, પૃથ્વી છે. પૃથ્વીના પર્યાવરણમાં આપણે બધા જીવજંતુઓ, પશુ પક્ષીઓ, વનસ્પતિ છે. પ્રકૃતિ અને પર્યાવરણ જ જીવન ઉત્પન્ન કરે છે. આપણે પ્રકૃતિ અને પર્યાવરણના ભાગ છીએ.
નાનીમા એ જોયું કે બાળકો સૂઈ ગયા છે. એટલે પોતે પણ સૂઈ ગયા. પરંતુ સવારે નાનીમા ઉઠાડવા ગયા ત્યારે બાળકો બોલ્યા, "કાલે તમે ચાંદામામા વિષે વાતો કરી અત્યારે સૂરજદાદા ઉગ્યાં છે તો એના વિષે વાત કરો તો જ અમે ઊઠીને નીચે આવીશું. "
"નાનીમા, સૂરજદાદા પાણીમાં લાંબો સમય તો ના દેખાય ને ? અમારા શિક્ષક કહેતાં હતાં કે, " સૂરજદાદા પાણી લઈ લે અને એ પાણી વરસાદથી પાછું આપે. "
બાળકો આકાશમાં સૂર્ય અને ચંદ્ર સરખા લાગે પણ એવું નથી. સૂર્ય ચંદ્ર કરતાં વ્યાસમાં ૪૦૦ ગણો મોટો છે. પૂર્ણ ચંદ્ર પૃથ્વીથી સૂર્ય કરતાં ૪૦૦ ગણો નજીક છે સૂર્ય ચંદ્ર કરતાં કદમાં ૬ કરોડ ૪૦ લાખ ગણો મોટો છે. પૃથ્વી કરતાં કદમાં ૧૩ લાખ ઘણો મોટો છે. સૂર્ય સ્વયં પ્રકાશિત તારો છે. ચંદ્ર તો પૃથ્વીનો ઉપગ્રહ છે. કોઈ પણ ગ્રહ કે ઉપગ્રહ સ્વયં પ્રકાશિત નથી. "અત્યારે આટલી માહિતી બસ છે કારણકે મારે મંદિર જવું છે. બાકીની વાતો રાત્રે કહીશ.
બાળકો રાત્રિની રાહ જોતાં હતાં. રાત પડતાં જ બાળકો ખુશ થઈ ગયા.
નાનીમા એ કહ્યું, " તમે, ચાંદામામા અને સૂરજદાદા વિષે થોડીઘણી માહિતી મેળવી હવે અાજે તમને તારાઓની ઓળખાણ કરાવીશ. "
અલગ અલગ ઋતુમાં અલગ અલગ તારા નક્ષત્રોના દર્શન થાય. કાલે ધ્રુવના તારાની વાત કરી. એનાથી નજીકમાં સપ્તર્ષિના તારાનું ઝૂમખું હોય છે. આજે નક્ષત્રોની વાત કરીએ. દા. ત. જયારે મૃગશીર્ષ તારામંડળ આકાશમાં નજરે ચઢવાનું શરૂ થાય એટલે સમજવું કે શિયાળો બેઠો. રાત્રિ આકાશમાં સિંહ રાશિ નજરે ચડે કે કધયા રાશિ નજરે પડે તો સમજવું કે ઉનાળો બેસી ગયો છે. અને વસંત ઋતુમાંનો અંત આવશે.
જયારે રાત્રિ આકાશમાં વિંછુડો દેખાવાની શરૂઆત થાય એટલે સમજવું કે વર્ષાઋતુ શરૂ થઈ.
કહેવાય છે કે બ્રહ્માંડ વિષ્ણુ ભગવાનની નાભિમાંથી ઉત્પન્ન થાય છે. એટલે સુક્ષ્મ એ સુક્ષ્મ નથી વિરાટ છે. વિરાટ એ વિરાટ નથી. સુક્ષ્મમાં વિરાટ સમાયેલું છે. તેમાં કોઈ ભેદ નથી.
બાળકો તમે નરસિંહ મહેતાનું કાવ્ય ભણ્યા છો ને ? બીજમાં વૃક્ષ તું વૃક્ષમાં બીજ તું. "
બાળકોને આ બધું જાણવાની મજા આવતી હતી. પરંતુ નાનીમા એ કહ્યું, હવે સૂઈ જાવ. તમારે કાલે રાત્રે બધા ફટાકડા ફોડવાની છે કારણકે પરમ દિવસે તમારે તમારે ત્યાં જવાનું છે."
રાત્રે બાળકોએ પુષ્કળ ફટાકડા ફોડ્યા. જવાની છેલ્લી રાત્રે બાળકો એ પૂછ્યું, "તમે કહેતાં હતાં કે બ્રહ્માંડ વિષ્ણુ ભગવાનની નાભિમાંથી ઉત્પન્ન થયું તો ત્યાં આતશબાજી કેમ નથી થતી ? " "બાળકો, ત્યાં જે આતશબાજી થાય એ તો અદભૂત હોય છે. કેટલાય તારા એક સાથે ખરતાં જોવા મળે. "
"નાનીમા, આપણે ખરતાં તારાને જોઈ જે ઈચ્છા કરીએ એ પૂરી થાય ને !"
બાળકોનું મન રાખવા નાનીમાએ હા કહી.
બીજા દિવસે બંને બાળકો એમના ઘેર ગયા. એ રાત્રે જ એમને ખરતો તારો જોયો ત્યારે એમને થયું કે હું પણ ખરતાં તારાને જોઈને માંગુ કે બાળકોના દાદાને સ્વર્ગમાંથી પાછા પૃથ્વી પર મોકલો. એ વિચાર સાથે જ એમની આંખોમાંથી આંસુ સરી પડ્યા.
