Hetshri Keyur

Children Stories

3  

Hetshri Keyur

Children Stories

અભિમાની કોયલ

અભિમાની કોયલ

2 mins
254


 પ્રમોદ ઉપવનમાં બધા જ પ્રાણી પંખી આનંદથી રહેતા હતા બધાં જ એક મેક ની મદદ કરતા અને ખુશી ખુશી જિંદગી પસાર કરતા, પરંતુ આ જંગલમાં એક નેહા કોયલ હતી જે ખુબજ અભિમાની હતી ક્યારેય કોઈની મદદ કરવી તો દૂર જંગલનાં કોઈ પણ જોડે વાત સુધ્ધા કરે તો એની વાત અને વર્તણુકમાં અભિમાન છલકતું હતું !

    ઉપવનમાં એક ઘરડું રીંછ હતું એને ખ્યાલ હતો કોયલ નાં સ્વભાવ વિશે તો કાયમ કોયલ ને એ ટકોર કરે અને કહે, કે અતિ અભિમાન ન સારું છે બેટા જિંદગીમાં ક્યારે આપણી શું પરિસ્થિતિ હોય ક્યારે કોની જરૂર પડે ખ્યાલ આવતો નથી ક્યારેય તો અભિમાન ન કરવું જોઈએ અને અભિમાન મુકવા માટે આ મુજબ રોજ એને કૈક કૈક કહેતો પરંતુ કોયલ કઈજ સાંભળતી નહિ અને પોતાના કંઠ નાં મિલકત નાં અભિમાનમાં રહેતી કંઠ સારો હોવાથી એને આજુ બાજુના જંગલમાં ગાવા બોલાવતા એ સામે વળતર સ્વરૂપે એક ઝાડ પર પોતાનો હક માગતી આ રીતે એની મિલકત વધતી હતી.

પરંતુ કોયલ ધીરે ધીરે ઘરડી થવા લાગી એને થાક લાગતો પૂરું પોતાનું ખાવા માટે નું ચણ પણ એકઠું કરી શકતી નહિ,જંગલમાં કોઈજ એની મદદ ન કરવા તૈયાર થતું જેને બોલાવે કહેતું લે તને શું અમારું કામ પડે અમે નાના માણસ હો એવા અલગ અલગ શબ્દો કહી બધા ચાલ્યા જતા કોઈજ કોયલ નાં ઝાડ પાસે જોતું સુધ્ધા નહીં. એ જ્યારે નાની હતી ત્યારે કરતી એવુજ વાણી વર્તન એની જોડે બધા કરતા થોડા જ સમય માં કોયલ મૃત્યુ પામી પરંતુ કોઈ એના મૃત શરીર પાસે બે ઘડી આવ્યું પણ નહીં.

 અભિમાન એક પણ વસ્તુ નું કરવું જોઈએ નહિ, પૈસો હોય મિલકત કે પછી રૂપ કે સંબંધ કારણે કોઈ તમને પ્રેમ આપે પરંતુ જ્યારે એ હોવા છતાં તમારી વૃધ્ધાવસ્થા આવે છે કોઈજ તમને સાથ આપતું નથી તમે જે રીતે આખી જિંદગી કર્યું બોલ્યું હોય છે તમને અંતમાં એવોજ વ્યવહાર મળે છે. કારણ વાવો જો થોર તો એમાં કાંટા જ પ્રાપ્ત થાય !


Rate this content
Log in