આવો ગોરના કૂવે
આવો ગોરના કૂવે
અમદાવાદમાં આવેલું મણિનગર પૂર્વ માં ચેહર શક્તિ પીઠ તરીકે જગ આખામાં પ્રખ્યાત ગોરના કૂવાની ચેહર માતાજીનું પવિત્ર એવું રૂડું ધામ છે.
વસંતપંચમી એટલે ચેહર મા નો પ્રાગટ્ય દિન છે.. વસંતપંચમી ચેહર મા નો પ્રાગટ્ય દિન ઉજવવાનું ગોરના કુવે થી શરૂઆત થઈ હતી.. આ વખતે ૩૪ મો પ્રાગટય દિવસ છે. હરખભેર સેવકો ભાગ લઈ રહ્યા છે. તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે.
૨૧ તારીખથી પ્રોગ્રામ શરૂ થઈ જશે તે ૨૬ તારીખે વસંતપંચમીનાં દિવસે ધામધુમથી ચેહર મા નો પ્રાગટ્ય દિન ( બર્થડે ) ઉજવવામાં આવે છે.
ગવૈયા મંડળ અને સેવકો ગુલાબ ને ગુલાલ ઊડાડીને માઈ ભક્ત રમેશભાઈનું સામૈયું કરે છે.
એકવાર જરૂર આવો ને ચેહર મા નાં દર્શન કરો ને માઈ ભક્ત રમેશભાઈનાં આશીર્વાદ પ્રાપ્ત કરો તો જિંદગીમાં આવેલી નાની મોટી તકલીફો દૂર થઈ જાય છે.
જ્યાં પગ મૂકતાં જ બધું મંગલકારી બની જાય છે એ ચેહર મા નું પવિત્ર ધામ છે. જોવું હોય તો હૈયામાં રામ રાખીને ચેહર મા નાં દર્શને કરવા પડે તો મા હાથ પકડીને ભવપાર ઉતારી દે.. રવિવારે અહીં દુઃખિયાની વાતો સાંભળીને એનું નિરાકરણ થાય એ માટે નિઃસ્વાર્થ ભાવે સેવા થાય છે, ગાદીપતિ રમેશભાઈ દરેક વ્યક્તિની વાત સાંભળીને સાચી અને સરળ સલાહ આપીને દુઃખનું નિવારણ કરે છે. ત્યાં કોઈ રૂપિયા લેવામાં આવતાં નથી આ તો ગોરના કૂવાવાળી ચેહરનું પવિત્ર ધામ છે. મોટી મોટી આંખોવાળી દેવી મંદિરમાં બેઠા ભકતોને જોઈ હરખાઈ છે, જેવી ભાવના રાખી ચેહર મા ને મળશો એવાં ફળ આપતાં હોય છે. ગોરના કૂવે નાયણા, રૂપાની દેવી હાજરાહજુર બેઠાં છે.
અહીં જે વ્યક્તિ રડતાં રડતાં આવે છે એ હસતાં હસતાં જાય છે એ હકીકત છે આ કોઈ અતિશયોક્તિ નથી એ માટે તમારે એકવાર ચેહર મા ને શ્રદ્ધા થકી દર્શન કરવા આવવું પડે. સાચાં હૃદયથી ચેહર મા નાં દર્શન કરીએ તો ચેહર કરે મહેર તો થાયે લીલાલહેર.. દયાળુ ચેહર મા બધાંની મનોકામના પૂર્ણ કરે છે.
ગોરના કૂવે દર મંગળવારે બપોરે આનંદનો ગરબો થાય છે. અમાસે શ્રી બહુચર મા ને લાડુનો ગોખ ભરાય છે. દર ચૈત્રી આઠમે બાલિકા પૂજન કરવામાં આવે છે.આમ તો ઘણા બધા આયોજન અને પ્રોગ્રામ થાય છે પણ મુખ્ય બે હોય છે. અહીં અવારનવાર ચેહર મા નાં માંડવા ( જાતર ) થાય છે.. ગવૈયા મંડળ હરખભેર સાથ સહકાર આપે છે. આસો માસની આઠમ અને વસંતપંચમી ચેહર મા નો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યાં માનવ મહેરામણ ઉમટી પડે છે અને આનંદ ઓચ્છવ થાય છે.. વિદેશમાં વસતા અમુક માઈ ભક્તો તો વસંતપંચમીની રાહ જોતાં હોય છે અને ઉત્સાહભેર ભાગ લેતાં હોય છે. વસંતપંચમી એટલે ચેહર માતાનો પ્રાગટ્ય દિવસ.
ચેહર મા નો પ્રાગટ્ય દિન હોય અને સંતાનો ચૂપચાપ બેસી ન રહે એ તો હરખનાં હિંડોળે ઝૂલે ને ચેહર મા ને પણ ઝૂલાવે છે.
આવાં રૂડાં મંદિરમાં દર્શન માત્રથી મનને શાંતિ મળે છે. મંદિરમાં આરતી સવારે અને સાંજે થાય છે એમાંય રવિવારે સાંજની આરતીની શોભા અનેરી છે. ગોરના કૂવે આરતીનો લાભ લેવો એ પણ આનંદની અનુભૂતિ થાય છે.
રવિવારે સાંજે ખીચડીનો પ્રસાદ પડિયામાં આપવામાં આવે છે. દૂર દૂરથી લોકો આવે છે અને ચેહર મા નાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
તો જરૂરથી ગોરના કૂવે ચેહર મા નાં દર્શને આવજો ને મા ને મળજો.
જય ચેહર મા.. સૌનું કલ્યાણ કરજે.
વસંતપંચમીએ મા ને મળવા જરૂર આવજો.
