આંબો
આંબો


હું આંબો માનવ જીવનનુ ઉપયોગી વૃક્ષ છું. મારી ડાળે બેસી કોયલ મીઠા ટહુકા કરે છે. હું મારો ઉછેર કરનારને દુઃખી થવા દેતો નથી. અમારી આંબાની અનેક જાતીઓ છે. હાફૂસ, પાયરી, લંગડો, રાજાપુરી, તોતાપુરી, બદામ, કેસર, રત્નાગીરી, દશેરી, નિલમ આવી તો વધુ અમારી જાતીઓ છે. હું બધી રીતે ઉપયોગી છું. મારુ ફળ કેરી જે અબાલ વૃધ્ધ સૌને પ્રિય છે. મારુ ફળ નાત જાત ના ભેદભાવ ભુલાવી ખવાય છે. મારુ ફળ એનું શાક બને બારમાસ ના અથાણાં બને. મારુ ફળ કાચુ પણ ખવાય અને પાકેલું પણ ખવાય. મારા ફળની ગોટલી પણ કામમાં આવે છે એનો મુખવાસ બને છે અને આયુર્વેદિક દવાઓમાં પણ વપરાય છે. મારા પાંદડાનો ઉપયોગ અમુક જાણકાર લોકો પૂજામાં કરે છે. મારુ લાકડું પણ માનવ જીવનને ઉપયોગી છે. મારે બહુ ખાતર જોઈતું નથી. હું પેઢીઓની પેઢીઓ ફળ આપું છું. માણસ જાતને મારો એક સંદેશ આપવો છે કે એક આંબો જરૂર વાવો પેઢી દર પેઢી દર પેઢી તમારા ઉપયોગમાં આવીશ..