Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

આમ તો

આમ તો

1 min
34


આમતો ઘણાં બધાં હું કોઈ રચના મુકું એટલે મને સતત સવાલો પૂછતાં હોય છે કે આને રચના કહેવાય ? આને કવિતા કહેવાય ? આ શું લખ્યું છે ?

અરે ભાઈ હું તમારી જેટલી જાણકાર કે જ્ઞાની નથી ... હા મને ખબર છે કે હું પ્રાસ કે છંદોબદ્ધ કાવ્યો નથી લખતી એનો મતલબ એવો નથી કે હું મારાં મનનાં ભાવ અને વિચારો ના લખી શકું .. તમે મહાન છો એટલે તમને બધું આવડે છે અને હજી હું શીખું છું..‌ તમને મારી રચનાઓ ના ગમે પણ આજે એક ઇન્ટરનેશનલ કોલ આવ્યો લંડનથી ! એમણે કહ્યું કે મને તમારાં વિચારો બહુ જ ગમે છે અમે તમારાં મોટા ફોલોઅર્સ છીએ. તમારી યુ ટ્યુબ ચેનલ પરનાં દરેક વિડિયો જોઈએ છીએ અને તમારી કલમને સલામ કરીએ છીએ તમારી રચનાઓ અમને ખુબ ગમે છે આ સાંભળીને મને આનંદ થયો અને જાણે મોટો એવોર્ડ મળ્યો હોય એવી ખુશી થઈ કે મારાં ફોલોઅર્સ આફ્રિકા, કેનેડા, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં પણ છે.. હવે તમે સાબિતી માંગશો આ કોલની જે રજૂ કરી શકું નહીં એ તો તમારે માનવું ન માનવું એ તમારી મરજી ઉપર નિર્ભર છે... પણ ઉપર લખ્યું છે એ એકદમ સાચી વાત છે.

દૂર દેશાવરમાં વસતાં અને દેશમાં અને મારી આસપાસના વિસ્તારોમાં વસતાં મારાં દરેક ફોલોઅર્સનો હું દિલથી ખુબ ખુબ આભાર માનું છું... તમારું પ્રોત્સાહન મળે છે એટલે જ મારી કલમ ચાલે છે.


Rate this content
Log in