આજનો દિવસ
આજનો દિવસ
લોકડાઉન છેને એટલે આસપાસની પરિસ્થિતિને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોવાનો લ્હાવો મળે છે. સવારે આરામથી જાગવું, બપોરની ઊંઘના લીધે પછી રાત્રે સપનાં અલગ પ્રકારનાં આવે.
આજે વાડામાંના બગીચામાં જોકે એને બગીચો કહેશું કે એ વૃક્ષઓનું ઝુંડ કહીશું ! એમાં ઘણાં પક્ષીઓનું આવન જાવન રહે. આજે અચાનક લક્કડખોદ આવી ગયું. ફોટામાં તો પક્ષીઓને જોતા રહીએ છીએ પણ રૂબરૂ જોવાનો અવસર અનેરો. બિલકુલ નવરાશની પળ મને આ પક્ષીઓની ઉડાઉડ અને એનો કલરવ બહુ ગમે. હવે એમ થાય છે કે ક્યારે આ લોકડાઉન પૂરું થાય અને ક્યારે બાળકો સાથે ફરવા જઈએ.
આજની ડાયરી માટે એક અનુભવ લખવાનો હતો પણ પક્ષીઓ જોવામાં દિવસ પસાર થઈ ગયો. આશા છે આપનું લોકડાઉન નવીનતા પૂર્ણ અને ખુશીથી પસાર થાતું હશે.