STORYMIRROR

Geeta Thakkar

Others

3  

Geeta Thakkar

Others

આજની નારી

આજની નારી

1 min
159

નીલમ અલ્ટ્રા મોર્ડન યુવતી. હંમેશા આધુનિક પોશાક, મનમોહક મેકઅપ અને સુંદર કેશસજ્જાથી સજ્જ. ફાંકડું અંગ્રેજી બોલતી.એમ. બી. એ. ભણેલી દેખાવમાં પણ ખૂબ જ સુંદર અને આકર્ષક. એક મલ્ટીનેશનલ કંપનીમાં ખૂબ જ ઉંચા હોદ્દા પર કાર્યરત હતી. ઓફિસનાં કામ ખુબ સરળતાથી પાર પાડતી તેથી ઉપરીઓ પણ હંમેશા પ્રભાવિત થતાં. 

છેલ્લાં પંદર દિવસથી નીલમ ઓફિસમાં ગેરહાજર હતી તેથી સાથે કામ કરતી સહકર્મચારી મીનલ નીલમનાં ઘરે તેને મળવા પહોંચી ગઈ. ડોરબેલ વગાડતાં જ સાડીમાં સજ્જ, માથે ઓઢેલ નીલમને જોઈ મીનલ આશ્ચર્યચકિત થઈ ગઈ. મીનલ એક કલાક નીલમનાં ઘરે બેઠી. એ એક કલાકમાં મીનલે આજ્ઞાંકિત પુત્રવધુ, આદર્શ મા, સ્નેહસભર પત્ની, કુશળ ગૃહિણી, પ્રેમાળ ભાભી, મળતાવડી દેરાણી વગેરે વિવિધ રૂપમાં નીલમને જોઇ.

કૌટુંબિક, સામાજિક, વ્યાવસાયિક વગેરે જવાબદારીઓ હસતા મુખે, ખૂબ જ કુશળતાપૂર્વક નિભાવનારી, જમાના સાથે કદમથી કદમ મિલાવનારી, આધુનિક અને જુનવાણી બન્ને વિચારસરણીને અપનાવનારી આજની નારી નીલમને, મીનલ મનોમન વંદી રહી.


Rate this content
Log in