Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

આજીવન ભેટ

આજીવન ભેટ

1 min
7.3K


"કોણે કહ્યું મારા માતાપિતાએ મને ઘરેણાં ભેટમાં ના આપ્યા?"

પોતાને પુછાયેલા લાલચી પ્રશ્નનો ઉત્તર આપવા નવી વહુના હાથો બેગમાં કશુંક શોધી રહ્યા. બધી જ લાલચી આંખો એ હાથો પર તકાઈ રહી.

"મારા માતા પિતાએ તો એવો ક્રેડિટ કાર્ડ ભેટમાં આપ્યો છે જેનો ઉપયોગ કરી હું ગમે તેટલા ઘરેણાં જાતે જ ખરીદી શકું!" અને એ ક્રેડિટ કાર્ડ બેગમાંથી કાઢી એણે ટેબલ પર મુક્યો. એ એમ.એસ.સી.બી.એડ.ની એની ડિગ્રી હતી!


Rate this content
Log in