Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Bhavna Bhatt

Others Tragedy

4.5  

Bhavna Bhatt

Others Tragedy

આઘાત

આઘાત

3 mins
3.6K


અંજલિ આજે મહેશભાઈ બગીચામાં મળ્યા હતા એમની દીકરી સ્વાતિ માટે આપણા રવિની વાત કરતા હતા. અંજલિબેન ખુશ થઈ ગયા કે ચાલો સામેથી સારા સંસ્કારી ઘરનું માંગુ આવ્યું છે. અંજલિબેન અને કમલભાઈ એ રવિને વાત કરવાનુ નક્કી કર્યું. નોકરીથી સાંજે રવિ આવ્યો જમીને કમલભાઈ એ સ્વાતિની વાત કરી. રવિ કહે 'પપ્પા હું આજે મારી વાત કરવા બેઠો છું. હું કોલેજમાં હતો ત્યારથી જ હીના સાથે પ્રેમ છે હવે હું સારુ કમાવ છું તો તમે હા પાડો તો હું હીના સાથે લગ્ન કરુ ?

મા - બાપ તો આ સાંભળીને એકબીજા સામે જોઈ બોલ્યા 'બેટા તારી પસંદ અને તારી ખુશીમા ખુશ છીએ.'

રવિના લગ્ન થઈ ગયા અને કમલભાઈની તબિયત સારી ન રહેવાથી એમણે પ્રાઈવેટ જોબ હતી તે છોડી દીધી. એક દિવસ સવારે હીના બોલી 'પપ્પા તમને પેન્શન મળવાનું ન હતું તો તમે હજુ જોબ કરી શકો એમ હતા તો જોબ શું કામ છોડી અને રોજ તમે બે છાપા મંગાવો છો તો ખોટા ખર્ચા થાય છે.'

આ સાંભળીને અંજલિ અને કમલભાઈ આઘાતમાં જતા રહ્યા. અંજલિબેન હીના ને બોલ્યા કે 'તારા પપ્પાને કશું કહેવાનો અધિકાર નથી. અમે હજુ અમારા જ રૂપિયાથી આ ઘર ચલાવીએ છીએ અને અમારુ કામ પણ જાતે જ કરીએ છીએ. તારી કે રવિ પર અમે બોજ નથી. પણ કમલભાઈને આઘાત ખૂબ જ લાગ્યો અને એમને હૃદય રોગનો હુમલો આવ્યો અને એ આ સ્વાર્થી દુનિયા છોડી જતા રહ્યા.

અંજલિ બેનની હાલત તો કફોડી બની ગઈ. એ પોતાને નિરાધાર સમજવા લાગ્યા. એક દિવસ સવારે હીનાએ કહ્યું કે 'મા તમે બધી સોસાયટીની બહેનો સાથે મંદિર જાવ અને ભજન કીર્તન કરો.' આમ અંજલિબેન સવારે મંદિર જાય અને જમવાના સમયે ઘરે આવે.

હીનાએ એક દિવસ કહ્યું 'માં મને તમારો સાડા સાત તોલા વાળો સેટ પહેરવા આપોને મારા માસીની દીકરી ના લગ્નમાં પહેરવા જોઈએ છે.' અંજલિબેન કહે સારૂ આજે જ બેંકમા જઈ લોકરમાથી લઇ આવીયે.' હીના લગ્નમાં જઈ આવી પણ સેટ પાછો ના આપ્યો. અંજલિબેનને એમ કે આજે આપશે કાલે આપશે પણ એમ કરતા છ મહિના થયા. અંજલિબેનની દીકરી એ એના કાકા સસરાના દીકરાના લગ્નમાં પહેરવા સેટ માગ્યો. એટલે અંજલિબેને હીનાને કહ્યું .બેટા પેલો સેટ આપ હેતલને પહેરવા જોઈએ છે.'

હીના કહે ક્યો સેટ અને શું વાત કરો છો ? ખોટું રડીને એના માતા પિતાને બોલાવ્યા અને એમણે આવીને અંજલિબેન સાથે ઝઘડો કર્યો કે 'અમારી દીકરી ચોર નથી અમે જ એને આ સેટ આપ્યો છે. અંજલિબેનને ખૂબ જ આઘાત લાગ્યો. એમણે રવિને ફોન કરીને બોલાવ્યો. રવિ પણ આવીને હીનાનો પક્ષ લઈ અંજલિબેનને બોલ્યો કે તારી ઉંમર થઈ છે તને કશું યાદ રહેતુ નથી. તારો સેટ હીના શું કામ લે એની પાસે છે. એના પર ખોટા આરોપ મૂકે છે.'

અંજલિ બેને એમના વકીલ અને સોનીને ફોન કરી બોલાવ્યા અને જે સેટ લીધો હતો એના બિલ બતાવ્યા. અને સેટની અંદરની બાજુએ એક નિશાની કરાવી હતી અંજલિ બેનનો એ અને કમલ ભાઈનો કે લખાવ્યો હતો. એ નિશાની હીના પાસેના સેટમા હતી એ ભોંઠી પડી. વકીલે વસીયત વાંચી ભવિષ્યમાં આ સેટ રવિની વહુને જ મળવાનો હતો.

અંજલિ બેન એ નિર્ણય લઈ લીધો કે હવે આ ઘરમાં મારુ કોઈ નથી આ ઘર મારા નામે છે. એ હું વેચી દવુ છું. રવિ તું તારી વ્યવસ્થા કરી લે બીજે રહેવાની મારા લોકરના દાગીના અને મારા બીજા રૂપિયા લઈ હું હવે ઘરડા ઘરમાં રહેવા જવુ છું.


Rate this content
Log in