rekha shukla

Others

3.4  

rekha shukla

Others

આભાર કરોના

આભાર કરોના

1 min
212


આપણે થોડી વસ્તુથી ચલાવી લેતા શીખ્યા. ખોટી ખરીદીઓ બંધ થઈ એટલે પૈસા બચ્યા. વાહનો ઓછા થયા એટલે ખરચો બચ્યો. પ્લેનની મુસાફરી કરતા બંધ થયા. તેથી હવામાં સુધારો થયો. પર્યાવર્ણનની શુધ્ધી થઈ. આપણને પૃથવીની આજુબાજુના નક્ષત્રો જોવા મળ્યા. આપણે કુટંબ અને મિત્રો સાથે સબંધો જાળવતા શીખ્યા. ઘેર રહીને કમ્પ્યુટરથી કામ કરતા શીખ્યા. બાળકો ઓનલાઈન ભણતા શીખ્યા. બાળકોને મા-બાપ વધારે સમય આપતા થયા. પતિ પત્નીને ઘરમાં મદદ કરવા શીખ્યો. સૌ આત્મખોજ કરતાં શીખ્યાં.

હવે આપણે સાવચેત રહી એકબીજાને સહાય કરીએ. માસ્ક પહેરવાનું, હાથ ધોવાનુ, ખાસ કરીને બહારનુ કોઈ આવે ત્યારે બારી ખુલી રાખી હવાને આવન જાવન કરી દઈએ. ધરતીએ આપણને મોટો પાઠ આપી દીધો છે . ચારે બાજુ હોનારત થવા માંડી છે. ધરતીકંપ, આગ, ગરમી વધવાથી બરફ ઓગળવી દરિયાની સપાટીને ઉંચે લાવે છે જેથી દરિયા કિનારાપૂરાવા માંડ્યા છે . સુનામી પણ આવે છે.

ક્યાં સુધી તેની અવગણના કરશુ? તે આપણને ધનધાન્ય,પાણી વગેરે આપે છે. સ્વર્ગ ક્યાંય આકાશમાં નથી. આપણે કુદરત અને પશુ, પક્ષીને સાચવી અહીં જ સ્વર્ગ બનાવીને માણીએ.

ધરતીનો દૂરઉપયોગ કરીએ છીએ. તેને છીન્નભીન કરીએ છીએ. ધરતી આપણી મા છે તેને પૂજ્યે.



Rate this content
Log in