Mariyam Dhupli

Others

4  

Mariyam Dhupli

Others

આ ઉંમરે ક્યાંથી સમજશે?

આ ઉંમરે ક્યાંથી સમજશે?

1 min
14.2K


"નવું ડી વી ડી પ્લેયર,જુના ફિલ્મો ને ગીતોની ડી વી ડીનો સંગ્રહ ખરીદી આપ્યો છતાં એજ જુના ટેપ રેકોર્ડરની પાછળ પડ્યા રહે છે." "જવા દેને ગિરીશ હવે આ ઉંમરે ક્યાંથી સમજશે?"

 અંદરના અંધારા ઓરડામાં ઊંચું સાંભળતા એ અતિ વૃદ્ધ કાન ફરીથી એજ જુના ટેપ રેકોડૅર ઉપર ગોઠવાય, એની અંદર ફરતી એ ખુબજ જૂની ને ઘસાય ગયેલ ટેપમાં રેકોર્ડ થયેલ પોતાની સ્વર્ગસ્થ પત્નીનો અવાજ સાંભળવા મથી રહ્યા.પ્રેમનો એ વિરહ ભાવ એમના બાળકો આ ઉંમરે ક્યાંથી સમજશે.


Rate this content
Log in