STORYMIRROR

'Sagar' Ramolia

Others

3  

'Sagar' Ramolia

Others

યુવાની

યુવાની

1 min
445

સાહસી પડઘમ વગાડે છે યુવાની,

આળસી છાયા ભગાડે છે યુવાની,


આકરા ચાહે ચઢાણો હોય આગળ,

હામ હૈયામાં જગાડે છે યુવાની,


જાય નહિ પાછોટની પાની કરીને,

લત મહેનતની લગાડે છે યુવાની,


હોય જો મેલી મુરાદો, માત આપી,

સૂર સૌહાર્દી જગાડે છે યુવાની,


પાંચશેરી હોય ભૂંડી તોય ‘સાગર’,

થોબડો તેનો બગાડે છે યુવાની.


સામગ્રીને રેટ આપો
લોગિન