Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Others

3  

Parag Pandya

Others

યાદ

યાદ

1 min
187


યાદ મને આવે છે ભોળું શૈશવ ઘર ઘર રમતું,

તારા કરતાં ઝાઝું તારું ફ્રોક ગુલાબી ગમતું,

તું ને હું ઝઘડી પણ પડતાં, આવે છે ને યાદ ?

સાચું કહેજે, તું પાડે છે સાદ ?


હું કહેતો કે છત્રી ખોલું, તું ક્હેતી પલળીએ,

આંખોમાં સપનાઓ લૈને આંબા હેઠે મળીએ,

ગમ્મે ત્યાંથી આવી ચડતો પાછો એ વરસાદ !

સાચું કહેજે, તું પાડે છે સાદ ?


હું કહેતો કે થપ્પો રમીએ, તું કહેતી લે પકડ મને,

બળદગાડે લપાતી છૂપાતી દોડતી દેખાતી તું મને,

દઈ થાપ જતી છટકી આપવી પડે હોં તને દાદ !

સાચું કહેજે, તું પાડે છે સાદ ?


વર્ષો બાદ સીમંતમાં કાકીના, જોઈ તને આઇસક્રીમ ખાતી,

અચાનક નજર્યું ટકરાતા, જોઈ તને આંખ મીચકારતી,

પૂછાઈ ગયું સહેજ મારાથી હજી એવો જ છે સ્વાદ ?

સાચું કહેજે, તું પાડે છે સાદ ?


હિંમત કરી તું આવી સમીપ, છૂટા મૂક્યા કાળા કેશ,

મહેકે વાળની કર્યો મોહાંધ, ચહેરે વિખરેલા કાળા મેશ,

ડર લાગે છે તને કે આ થશે જમાનો જલ્લાદ !

સાચું કહેજે, તું પાડે છે સાદ ?


Rate this content
Log in