Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deviben Vyas

Others

4  

Deviben Vyas

Others

યાદ

યાદ

1 min
266


યાદ તારી, ખાસ ભૂલાતી નથી,

એ નગર, એ રાહ મૂકાતી નથી,


એ જ છે, વરસાદની મોસમ સનમ,

સાંધ્ય રંગી, સાંજ ભૂંસાતી નથી,


છે તડપ, દિલમાં મિલનની એટલી,

આંખ શમણે, રોજ મીંચાતી નથી,


બૂંદ જ્યાં વરસાદની પડતી બદન,

તોય કોરી, સેજ ભીંજાતી નથી,


એ મિલન પણ સ્વપ્નનું, જાતું ઊડી,

ને વિયોગે કાલ ઉંજાતી નથી,


આ સફર કેવી મળી, જ્યાં એકલી,

પ્યાસ અનહદ, દિલની બૂઝાતી નથી,


વાયદા પર, છે ભરોસો જિંદગી,

એટલે તો, આજ મુરઝાતી નથી,


આખરી આ શ્વાસ ચાલે તે છતાં,

એ પ્રયાસે, પ્રાસ ગૂંથાતી નથી,


તે છતાં આશા અમર રાખી અમે,

ભાવ કેરી, રાખ ચૂંથાતી નથી.


Rate this content
Log in