STORYMIRROR

Daizy Lilani

Others

3  

Daizy Lilani

Others

વર્ષારાણી

વર્ષારાણી

1 min
473

આવીરે આવી... વર્ષારાણી...

તારા માં મશગૂલ થઈ, ભીંજાય ને રમું.

નિહાળે ભૂલકાં...ગગન તણું.


આવીરે આવી...વર્ષારાણી...

મોતી જેવું...જલ તરંગ.

કાગળોની, બોટ તરવું...

પાંદડું અરીસા જેવું... ચમક્યું.


આવીરે આવી...વર્ષારાણી...

સમુદ્રોની ઉંચી... લેહરો થઈ ચાલું...

ફૂલોની મહેંક, મહેકી હા...

સંગીતમય વાતાવરણ...સર્જાયું.


આવીરે આવી... વર્ષારાણી...

મોર કળા કરી, ઉઠયું.

શેરીઓ...ચમકી ગઇ...

દેડકા કહે, ઉત્સુક થઈ નાચું.


આવીરે આવી... વર્ષારાણી...

ધરતી મિલન ને કાજે, તરસતું હૈયું.

ગરમા - ગરમ ભજીયા... કડાઈમાં તૈયાર રે...

ચાતક એ વર્ષાનું પાણી પી, હાશ કર્યુ.


આવીરે આવી... વર્ષારાણી...

મેઘધનુષ્ય...રંગોમાં રંગાયું.

ખેડૂતો ખુશ - ખુશાલ થયા.

યુગલ પ્રેમીઓનું...મિલન થઈ ગયું.

આવીરે આવી...વર્ષારાણી...


Rate this content
Log in