Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Others

4  

'Sagar' Ramolia

Others

વરસાદને કયાં ખબર છે !

વરસાદને કયાં ખબર છે !

1 min
158


કોણ કેટલું ભીંજાય છે ? વરસાદને કયાં ખબર છે !

મનમાં શું-શું થાય છે ? વરસાદને કયાં ખબર છે !


એને તો બસ વરસવું, બીજું કામ પણ શું ?

બાર-બાર નામ ધરે, એવુંય ગાંડપણ શું ?

કોણ કયાં અટવાય છે ? વરસાદને કયાં ખબર છે !

ને કયાં જઈ ભટકાય છે ? વરસાદને કયાં ખબર છે !


આવવું-આવવું થાય, તોયે કયાં આવે છે ?

ને જાવું-જાવું થાય, ત્યારે પણ હંફાવે છે.

માનવ કેવો મૂંઝાય છે ? વરસાદને કયાં ખબર છે !

ને કયાં લપસી જાય છે ? વરસાદને કયાં ખબર છે !


Rate this content
Log in