વરસાદ
વરસાદ
1 min
292
ધરતી સાદ પાડી બોલાવે,
ને તું ગડગડાટ સાથે મળવા આવી દોડે,
વિરહ ની ક્ષણો આકરી વિતાવ્યા પછી,
સુખદ મિલન ક્ષણો આવી વસે,
ઝરમર નેહ વરસે,
મુશળધાર મેહ વરસે,
વીજળી ઓ કડકે,
વાદલડી ગરજે,
ફરફર ફોરા ફરકે,
ઘનઘોર સાંબેલા ધારે વરસે,
મન ભીંજવે,
તન ભીંજવે,
નેહના સાદે,
સરેઆમ ભીંજવે,
મને ભીંજવે,
તને ભીંજવે,
પ્રેમ ના સાદે,
ખૂલે આમ ભીંજવે,
ભીંજવી કે ભીંજાઈ જવાની છે આ મૌસમ
કોઈને કોઈ સાદના ભીંજવે,
જેને કોઈ ના ભીંજવે
એને આ આકળ વિકળ
વરસાદ ભીંજવે.
