વૃક્ષો
વૃક્ષો

1 min

12.4K
જૂઓ તો કેવા ઘટાદાર છે વૃક્ષો,
માનવી કરતા તો વફાદાર છે વૃક્ષો,
વેઠીને તડકો શીતળ છાયાના દાતાર છે વૃક્ષો,
ધીર ગંભીર ઊભા કેવા સમજદાર છે વૃક્ષો,
ધરાના જીવનનો આધાર છે વૃક્ષો,
ફળ-ફૂલ આપે એવા ઉદાર છે વૃક્ષો,
પશુ-પંખીના કલરવથી ધનવાન છે વૃક્ષો,
સહનશીલતાથી છલોછલ વિદ્વાન છે વૃક્ષો,
તાણી લાવીને મેઘ ખૂબ મલકાય છે વૃક્ષો,
બુંદ ઝીલી પર્ણ પર કેવા હરખાય છે વૃક્ષો,
લીલીછમ ભૂમિના અલંકાર છે વૃક્ષો,
કાપો તો કપાઈ જાય શું ગુનેગાર છે વૃક્ષો?
પારણામાં તને ઝૂલાવે એવા મહાન છે વૃક્ષો,
જાત સાથે તારી ખુદ બળી જાય એવા નાદાન છે વૃક્ષો.