STORYMIRROR

Dharti Sharma

Others

3  

Dharti Sharma

Others

વૃક્ષો આપણા મિત્રો

વૃક્ષો આપણા મિત્રો

1 min
216

ઊભા એ વર્ષોથી અડીખમ,

આપવા સૌને ઑક્સિજન.


નામે વિકાસના કેટલાય,

વૃક્ષો કપાય છે,

મફતમાં મળતી હવા આજ,

બોટલમાં વેચાય છે,


મળે જો વાચા તો કહું હું તુજને,

રે માનવ ! હવે તો ન કાપ મુજને.


કહેવાય આયુર્વેદનો ખજાનો,

મળતી એમાં દવા જોવા,

પર્ણો લીલાં પહેરીને ઊભા,

વધારે કેવી ઘરની શોભા.


હલતા એ પર્ણો,

જાણે વગાડે સંગીત,

ફળ ફૂલ આવતાં,

લાગે થઈ જાય રંગીન.


Rate this content
Log in