વીજળી
વીજળી

1 min

266
ઝબૂકી જ્યારે વીજળી
ધરતી તેજે ઝળહળી
વીજ શકુ જો હું પકડી
મુઠ્ઠીમાં રાખી લઉં જકડી
પળમાં ગરજ્યા વાદળ
કર્યા કાન બેઉ દળ દળ
વરસ્યો મેહુલો ત્યારે
ઝરમર ઝીણી ધારે
નીકળી મેડક વણજાર
વેંચવાને ઠંડક બજાર
તેજ લીસોટા સરક્યા
ક્ષણભર પૂરતા ફરક્યા
અંબુધરથી ઉતરી વેગે
લુપ્તયું વસુધા આવેગે
દાદુર કલાધર ઝબકે
કોયલ કંઠ મીઠા બકે
પીપળ પાન હરા ચમકે
પળમાં દારક નાચે ઠમકે
પલકારે ભીંજાઈ વાદળી
ઝબૂકી જ્યારે વીજળી.