Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dina Chhelavda

Others

4.3  

Dina Chhelavda

Others

વાવી શું કામ ?

વાવી શું કામ ?

1 min
180


મને આ માટીમાં વાવી શું કામ ?

વાવી તો વાવી પણ ઉખાડી જડમૂળથી

બીજે બાગ રોપી શું કામ ?


મને નાજુક કુંપળ શી ઉછેરી શું કામ ?

ઉછેરીને સુંદર નાજુક શી ખીલતી કળી 

બીજાને આંગણ દાનમાં આપી શું કામ ?


વ્હાલપનો વહેતો દરિયો દેખાડી

તરવાને આપી નાનકડી નાવ


રૂપાના ઝાંઝર પગમાં પહેરાવી

રૂમઝુમતા આપી નાનકડા ઘાવ


રક્તરંગી ચૂંદડી ઓઢાડી માથે

આપ્યા ભાલે કંકુચોખાના ડામ

   

તો પછી

મને આ માટીમાં વાવી શું કામ ?


ખુલ્લા આકાશમાં કેવી મજાની

ઉડતી મનગમતી રંગીન પાંખે


અલ્લડ ઉછળતી ઝરણા જેવી

વહેતી શી કલકલતી બારસાખે


પાંખો વીંધીને કહે કે હવે ઉડને 

મનગમતે આનંદે તારે મુકામ


તો પછી

મને આ માટીમાં વાવી શું કામ ?



Rate this content
Log in