STORYMIRROR

Harshida Dipak

Others

3  

Harshida Dipak

Others

વાતનું બંધન

વાતનું બંધન

1 min
13.8K


હોઠની વાતો અટકતી આંખમાં 

એટલે આંસુ સરી શકતાં નથી 

વાતનું બંધન હશે એવું સમજ 

કાં અદબથી એ ફરી શકતાં નથી 

હું વહાવું  છું નયનમાં આપને 

એ ફરી પાછા ફરી શકતાં નથી 

કોઈ  ઉભું  બારણાની  સાંકળે 

એટલે  એ  થરથરી  શકતાં નથી 

ભીતરે વિશ્વાસનો  વાતો  પવન 

તોયે કાં ડગલાં ભરી શકતાં નથી


Rate this content
Log in