વાર્તાનું વિશ્વ
વાર્તાનું વિશ્વ
1 min
5
વાર્તા તણું વિશ્વ મારું,
છે એતો ખુબજ સારું,
ભલે આમતો છે નાનું,
એ ને હું વિશાળ માનું.
વાર્તામાં નથી ફાવતું,
પણ મનથી માનતું,
માવઠા ની જેમ આવે,
મન માં જઈ છવાયે.
વિચાર એના જ આવે,
પાત્રો ને પાંખો આવે,
પોતાનાજ ગીતો ગાવે,
ને ધમાચકડી મચાવે.
પોતાનું એક નામ માંગે,
મનગમતું કામ માંગે,
રહેવા માટે ગામ માંગે,
ત્યારે વધે વાર્તા આગે.
અને સમાપ્તિ પામતા,
પાત્રો શાંત થઇ જાતા,
વાર્તા તણું વિશ્વ મારું,
છે એતો ખુબજ સારું.