વાર્તા રે વાર્તા
વાર્તા રે વાર્તા


વાતવાતમાં બની જાય છે વારતા
બોર વીણીને ભાભો ઢોર ચારતા
વારતા કરીને બાળકોને રમાડતા
ફોસલાવી સૌને સાથે જમાડતા
વૃતાંતથી બાલ બચ્ચાં ભણાવતા
ઇતિહાસ સંસ્કૃતિ વાત જણાવતા
ગમ્મત સંગ જ્ઞાન હેતે પીરસતા
પરીઓની વાતો સાંભળી લપસતા
નીતિ વ્યવહારના પાઠ સમજાવતા
જીવન સ્વપ્નાથી સુંદર સજાવતા
દંતકથાઓ સાંભળતા ટોળે મળી
મળે દિશા દોરી બોધકથાથી વળી
ભૂતની વાત સાંભળી કાંપે થરથર
મોર પોપટની વાતમાં ઉડે ફરફર
રામના ચરિત્ર સાંભળી ચાંદ માંગે
રામાયણમાં રાવણના ટાંગા ભાંગે
મથુરામાં કાનની જેમ માખણ ચોરે
કથાઓ થકી શબ્દચિત્ર મૂલ્યો કોરે
કહાની સામાજિક તાણાવાણા જોડે
કોઈક ગાથા મનના વહેમને તોડે
આપી દ્રંષ્ટાત વાત સહેલી બનાવે
ઉદાહરણ કહી કથની મન મનાવે
જીવનચરિત્ર ને ઇતિહાસની વાતો
અનુભવના નિચોડથી જોડે નાતો
વાત વાતમાં બની જાય છે વારતા
દાદાદાદી બાળક કેરી ભૂખ ઠારતા