વાહ રે પ્રભુ
વાહ રે પ્રભુ
1 min
398
પંખીનો માળો, માનવનું મકાન,
વાહ રે પ્રભુ, અજબ તારી કરામત,
ધરતીની ચાદર, આસમાનની છત,
વાહ રે પ્રભુ અજબ તારી કરામત,
દિવસે કામ, રાત્રે નીંદરા,
વાહ રે પ્રભુ, અજબ તારી કરામત,
જન્મની વધામણી, મોતનો ગમ,
વાહ રે પ્રભુ, અજબ તારી કરામત,
અમીરની હવેલી, ગરીબનું ઝૂંપડું,
વાહ રે પ્રભુ, અજબ તારી કરામત,
ઝાડવાંનું વન, ફૂલડાંનો બાગ,
વાહ રે પ્રભુ, અજબ તારી કરામત,
કીડીને કણ, હાથીને મણ,
વાહ રે પ્રભુ, અજબ તારી કરામત,
સુખમાં સંવાદ, દુઃખમાં વિવાદ,
વાહ રે પ્રભુ, અજબ તારી કરામત,
જીવનની માયા, પરિવારની છાયા,
વાહ રે પ્રભુ, અજબ તારી કરામત.
