STORYMIRROR

Chetan Gondaliya

Others

3  

Chetan Gondaliya

Others

વાદળઘેરું

વાદળઘેરું

1 min
204

વાદળઘેરું આકાશ,

'ને વિષાદઘેરું મન,

રાહમાં, સૂક્કી-આંખોની રતાશ,

અહીં જીવન ખણકે ખાલી ખન્ન.


ઉગતા પ્હેલાં જ આથમ્યા,

છે ઘન અંધાર, દિલ ભેંકાર સન્ન,

...દૂર. તારી યાદનો પ્રકાશ.

ઝૂરે અજીવ, દુણાયેલું તન.


વાદળઘેરું આકાશ !

'ને વિષાદઘેરું મન !   


Rate this content
Log in