STORYMIRROR

Ketna Mehta

Others

4  

Ketna Mehta

Others

ઊડે રે ગુલાલ

ઊડે રે ગુલાલ

1 min
514

ઊડે રે ગુલાલ, ઊડે રે ગુલાલ..

ગોકુળની ગલીઓમાં ઊડે રે ગુલાલ..


ગોપ ગોવાળોની ટોળી રે આવી,

કાના સંગ ઘેલી રાધા રે આવી.

લાલ, પીળા, રંગોના ઊડે રે ગુલાલ...

ગોકુળની ગલીઓમાં ઊડે રે ગુલાલ..


ભરી પિચકારી ઉડાડે રંગ,

રાધાની ચૂંદડી ને ભીંજવે અંગ.

પ્રેમ કેરા રંગોનો ઊડે રે ગુલાલ...

ગોકુળની ગલીઓમાં ઊડે રે ગુલાલ...


મસ્તાનોની ટોળીએ ધૂમ મચાવી,

ભાંગ ને માખણની લૂંટ મચાવી.

મસ્તીના રંગનો ઊડે રે ગુલાલ..

ગોકુળની ગલીઓમાં ઊડે રે ગુલાલ...


પીળા પીતામ્બર જરકશી જામા,

મોર મૂંગટને, કંદોરો કેડમાં.

બંસરીના સૂરનો ઊડે રે ગુલાલ..

ગોકુળની ગલીઓમાં ઊડે રે ગુલાલ.


Rate this content
Log in