શીર્ષક
શીર્ષક
1 min
354
ઉષાના સોનેરી કિરણો ધરા પર પડ્યાં,
ને મંદિરમાં આરતીના ઝાલર સંભળાયા.
પંખીનો કલરવ ગીત પ્રભાતના મધુરા ગાય,
આંબા ડાળે કોયલનો ટહુકાર સંભળાય.
ઉઠીને જોયું ઝરુખેથી ખીલેલા સુંદર ફુલો,
બાગમાં ભમરાઓના ગુંજન મધુર સંભળાયા.
પર્વત પરથી વહેતા ઝરણાંનો સાદ ને,
પનિહારિઓના ઝાંઝરનાં રણકાર સંભળાયા.
રોજ પડે છે પણ આજની ઉષા 'અવર્ણનીય' છે,
તેથી પ્રકૃતિમાંથી સંગીતના સૂર સંભળાયા.
