STORYMIRROR

Ketna Mehta

Others

3  

Ketna Mehta

Others

શા માટે

શા માટે

1 min
186

જન્માવે તું હૃદયમાં લાગણીઓ,

જીવનને તું દુભાવે શા માટે...?

કરાવે તું પ્રીત જગતમાં,

ને પછી એને ઠુકરાવે શા માટે...?

હે.. દેવાધીદેવ ! તું કરામત કરે છે શા માટે..?


ગગન વિહાર કરાવે ને પછી,

પાતાળ મહીં પછાડે શા માટે...?

ચાર દિવસની જિંદગી છે તોય,

આટલું લાબું જીવન શા માટે...?

હે.. ત્રિનેત્રધારી ! તું કરામત કરે છે શા માટે..?


બાગ છે વસંતમાં ખીલેલો તો,

એમાં પાનખરનું ઉપવન શા માટે..?

સ્વપ્નો હર કોઈ તોડવા હતાં તો,

પછી પ્રેમ કરાવે છે શા માટે...?

હે.. નિરાકાર ! ઉપર બેઠા તું કરામત કરે છે શા માટે..?


Rate this content
Log in