આવે છે
આવે છે
1 min
829
કદી એ રોજ આવે છે, કદી અણસાર આવે છે,
નમનથી સૌ ભજો કાનાને, ઘરનાં દ્વાર આવે છે,
કદી મળતાં નથી એતો હૃદયની ભાવના વિના,
ધરો માખણ પ્રસાદી, શ્યામ વારંવાર આવે છે,
વસંતી વાયરા લાવે બધા રંગો ય જીવનમાં,
ચમનમાં ખીલશે ફૂલ, મ્હેક તો હદપાર આવે છે,
શરારત કા'ન કરશે ખેલશે રાધાની સહ હોળી,
ઉડાડો રંગ કેસુડો, સરસ ત્યોહાર આવે છે,
થશે ત્યાં ધન્ય જીવતર જો હરિનો રંગ લાગે તો,
રમું હોળી હું હરિ સંગે, મજા ભરપૂર આવે છે.
