ઉત્તરાયણ
ઉત્તરાયણ
લહેરાતા ખેતરે રવિ પાકને પછી સુખેથી લણજો,
કેટલા પતંગ કાપ્યા તે સાંજે તમે નિરાંતે ગણજો,
આવી છે ભર શિયાળે ઉત્તરાયણ ખૂબ મઝા કરજો,
સૂરજ હવેથી ગતિ ઉત્તરે કરશે ચીકી ખીસ્સે ભરજો,
પક્ષી તણા બચ્ચા માળે જુએ છે ઊડતી માની રાહ,
દોરી એ ઉડતા પંખીનું ગળું કાપે તો લાગશે આહ,
ખબરદાર કોઈ પતંગની દોરી કાપે ના તમારું ગળું,
પતંગ-દોરી ને ઉંધિયુ લઈ આવતી ઉત્તરાયણે મળું,
મને કોઈ કહે મકરસંક્રાંતિ તો ઉત્તરે લોહરી મનાવે,
દક્ષિણમાં પોંન્ગલ, પૂર્વે બિહુ નાચ ને મિષ્ટ બનાવે,
આવી છે ભર શિયાળે ઉત્તરાયણ ખૂબ મઝા કરજો,
તમારી પતંગના દોરે કોઈ બાળ કે પંખી ના મરજો.