STORYMIRROR

Deepak Trivedi

Others

3  

Deepak Trivedi

Others

ટપુભગત

ટપુભગત

1 min
28.4K


ટપુભગતને તંબૂરાનો શોખ ભયંકર લાગ્યો !


પડઘો પડશે તો કહેશે કે અવાજ આવ્યો ગેબી,

સપનામાં પણ છળી ઊઠશે જોતાં એક જલેબી.


ટપુભગતનો જીવ અભાગી રહી રહીને જાગ્યો,

ટપુભગતને તંબૂરાનો શોખ ભયંકર લાગ્યો.


દરિયો તરવા ટપુ ભગત તંબૂરો હા' રે લેશે,

'તું હી મેરા જીવનસાથી' તંબૂરાને કે ' શે.


આમ છતાંયે ટપુભગતને જીવતરકાંઠો વાગ્યો,

ટપુભગતને તંબૂરાનો શોખ ભયંકર લાગ્યો.


વિષકન્યાએ ટપુભગતને ચોક વચાળે પીધાં,

આટઆટલું થયું છતાંયે ગોકીરા ના કીધાં.


વિષકન્યામાં લીન ટપુએ તંબૂરો ના માંગ્યો,

ટપુભગતને વિષકન્યાનો રંગ ખરેખર લાગ્યો.


Rate this content
Log in