તરસ
તરસ

1 min

339
જન જન તરસ છિપાવતા પીને પાણી,
જ્ઞાની તરસતા સાંભળવાને પંડિત વાણી,
દિનરાત સ્વપ્નમાં રાજકુંવર પામે રાણી,
ખૂલ્લી ચાંચે ઊડે ચાતક વર્ષા આવશે જાણી,
જલને જોઈને જનને તળાવ લાવી તાણી,
પાણી જોઈને રાજી જો પાઇ ના હોય કાણી,
વગર પાણીએ સૌની નીકળી જાતી ઘાણી,
દુકાળે માથા ને માટલા ફૂટે જેમ ફૂટે ધાણી,
ઉનાળે પરબ બાંધીને પાણીની કરે લાણી,
પાણી વગર કેવી ફિક્કી સૂક્કી લાગે ખાણી,
જન જન તરસ છિપાવતા પીને પાણી,
જાતજાતની સરસ તરસની વાત માણી!