તમારી હાજરીમાં
તમારી હાજરીમાં
1 min
14K
થાય છે કેવું તમારી હાજરીમાં,
બૂટને વાળી દઉં છું વાધરીમાં !
મારી મંઝિલ મારી સાથે ચાલવાની,
તું જો હો સાથે સનમ મુસાફરીમાં.
એમની બારી બરોબર થઈ જવાને,
ઠેકડો મારી ચડ્યું દિલ છાપરીમાં !
કાંકરી જળમાં જો નાખો, શું નવાઈ ?
એકદા નાખી જુઓ જળ કાંકરીમાં !
ઘોડિયામાં પગ જુઓ ડોકાય રાતાં,
બાળપણ રણઝણ થતું શું ઝાંઝરીમાં !
વેલણેથી પાડતી ટોચા લૂવા પર,
બા હજુ દેખાય મુજને ભાખરીમાં.
તેં દીધેલું મોરનું પીંછું રડે છે,
શું કહે 'નિનાદ' બીજું ખાતરીમાં ?