તિરંગો ફરકે છે
તિરંગો ફરકે છે
1 min
212
ઊંચે ઊંચે શાનથી પ્યારો તિરંગો ફરકે છે,
હર ભારતવાસી દેશપ્રેમથી છલકે છે,
આવ્યો આવ્યો આઝાદીનો રૂડો અવસર આવ્યો,
હર શહીદનું ગૌરવ મનમાં ચમકે છે,
રંગ લાવી છે ક્રાંતિકારીઓની તે ચળવળ,
એથી જ હર ભારતીયનું મુખ મલકે છે,
હરપલ જ્યાં નવો જોશ છે નવા ભારતનો,
કોટિ કોટિ વંદન કરી સૌનું દિલ ધડકે છે,
થનગન થનગન સૌ મન મૂકીને નાચે છે,
હૈયે હૈયું પુલકિત દેશપ્રેમથી છલકે છે.
