તડકો
તડકો
વૈશાખની મધ્યાહને મહાલવા નીકળ્યો તડકો
પરસેવે નહાતાં કૃષિકર છોડને કહે કેમ ભડકો
મસ મોટા ઉસ દરિયાને પ્રસ્વેદે નવડાવે તાપ
વાદળ બની અમીધારા વરસી દૂર કરે સંતાપ
ધરતી માંહે નાનકડા બીજ બનતા લીલા છોડ
મારા થકી લીલાછમ સૂરજના તાપે પાડી ફોડ
નાના છૈયા બનતા રવિ તાપે શેકી માણસ મોટા
તડકાના વિરહથી ઝુઝતા પ્રાણી ભટકતા ખોટા
નથી ક્યાંય દેખાતો રસ્તો સૂરજ ગ્રહથી ધરતી
કેમે પહોંચે મીઠો તડકો એની રાહે ધરતી મરતી
રાતના તિમિર ભગાવી તડકો લાવે લાઘવ તેજ
તો શિયાળે વળી વગર પૈસાનું તાપણું પણ એજ
ચોમાસે તાપ પામવા ઝંખતા પશુ પંખી માનવી
પાણી ભીની ચૂંદડી સૂકવી તાપે કરી આપી નવી
તડકો લાડકો ને સૂરજનો છે દૂત જે લાવે સંદેશ
નબળો તડકો રહે તો સમજજો દુકાળનો અંદેશ