Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

તૈયાર છું હું

તૈયાર છું હું

1 min
265


તમારા વદનનાં સ્મિતનાં શણગારનું કારણ બનવા તૈયાર છું હું,
પલકો ઢળેલી આંખોના એકરારનું કારણ બનવા તૈયાર છું હું !

બસ એક દ્રઢ ભરોસો છે કાયમ સાથી આપણો આ પ્રેમવેદી પર,
મુશ્કેલ સફરમાં આપણી મંઝિલનું કારણ બનવા તૈયાર છું હું !

બાથ ભીડી લેજે દોસ્ત, હોય ભલે ગમે તેવી મોટી મુસીબતનો પહાડ,
તારા મજબૂત બાવડામાં આત્મવિશ્વાસનું કારણ બનવા તૈયાર છું હું !

આમ જ સૂર સંગીતના રેલાવતી રહીશ તમારા હાથમાં રહી નાથ,
કાયમ કાળજા વિંધાવી તારી ફૂંકનું કારણ બનવા તૈયાર છું હું !

તમારો એક જ ચરણસ્પર્શ ને મુક્તિ મુજ પાષાણ જેવા પાપીની,
જો તમે પધારો રામ બનીને તો હર જન્મે અહલ્યા બનવા તૈયાર છું હું !

મળતો હોય જો સદા સાથ તમારો જીવનભર આ સંસાર સાગરે,
તો બંધ આંખે કરી વિશ્વાસ યુગે યુગે સફર ખેડવા તૈયાર છું હું !

એક માત્ર તારા 'પરમ' ભરોસે જીવાઈ ગયું આ સમગ્ર જીવન,
તારી એક અમી નજર માટે કાયમ 'પાગલ' બનવા તૈયાર છું હું !


Rate this content
Log in