સૂરજ ઉગ્યો છે પૂર્વમાં
સૂરજ ઉગ્યો છે પૂર્વમાં
1 min
500
સૂરજ ઉગ્યો છે પૂર્વમાં આથમશે સંધ્યા સમયે
આકાશ ગાજ્યું ગગનમાં વીજળી ચમકશે ચારે કોર
પંખી ઉડ્યું વનમાં કિલ્લોલ કરે ચારે તરફ
પાછા ફર્યા હંસલા પેલા મોતી ચણીને ઘેર
ખેડૂત જાગ્યા સૂરજ ને મળીને જાશે ખેતરની કોર
પાછા ફરશે સંધ્યા ને મળીને આવશે ઘરની કોર
મંદિર માં ઝાલર સંભલાણી સંધ્યાની સાથે
પાછા મળશું સવાર બનીને લઇ ને સૂર્યની મોજ
