સુરત ભી હે ખૂબસૂરત
સુરત ભી હે ખૂબસૂરત


છે અહીંયા ના લોકો હસતા રમતા
સુરતમાં જાતજાતના લોકો વસતા,
સવાર માં ઉઠી ને ખમણ ખાતા
અને વળી,લોચા ને તો કેવી રીતે ભૂલતા!
હાઈવે પરનુ એ ઉંબાડિયું ચાખતા
અને વહેલી સવારનો એ નીરો કેવી રીતે ભૂલતા!
મકરસંક્રાંતિ નું એ ઉંધીયું બનાવતા
અને આખી શેરી માં પ્રસંગો ઉજવાતા
સુરતમાં જાતજાતના લોકો વસતા...
ચૌટા બજાર ની એ શોપિંગ માં જતા
અને વળી, ડિસ્કાઉન્ટ માંગવા નું તો કેવી રીતે ભૂલતા!
ભાગળ ના એ તરોતાજા શાકભાજી
અને, વળી કાકીની એ પાવભાજી
સુરતમાં જાતજાતના લોકો વસતા...
બાળકોની એ વનિતા વિશ્રામના મેળામાં જવાની જીદ
અને ખાઉધરાગલીમાં ઢોસા માટે થતી ભીડ
પીપલોદ ના રસ્તા પર આવતી શોપિંગ મોલની લાઈન
અને,દિવાળી ના ટાઈમે SMC પર થતી લાઈટની શાઇન
ચાંદીપડવાની રાત્રિની એ ઘારી ખાતા
અને તાપીમાં ના આશીર્વાદ થી પવિત્ર થતાં
આડોશ પાડોશ ને નિઃસ્વાર્થ મદદ કરતા
આવી છે અમારા સુરતીઓની ભાવના
સુરતમાં જાતજાતના લોકો વસતા...
સ્વચ્છતાની એ એક નવી દિશા
જ્યાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની છે યોજના
ડુમસ ના દરિયાકિનારા ના એ ભજીયા
કાપડ-હીરાના ઉદ્યોગમાં માણસો આખો 'દી રચ્યા પચ્યા
સુરતમાં જાતજાતના લોકો વસતા...
શિયાળાની એ હવાનું આવતુ એક ઝોંકુ
ત્યાંતો પોંક પાર્ટી કરતું એ સુરતીઓનું ટોળું
ગૌરવપથ પર એ ડબ્બા પાર્ટી કરતા
અને,ગમે એટલા એજયુકેટેડ તોય સુરતી ભાષા બોલતા
સુરતમાં જાતજાતના લોકો વસતા...
કહેવાય છે આ શહેર સોનાની મુરત
જ્યાં બેનરો પર લખાય છે,
સ્વચ્છ સુરત સુંદર સુરત
આવું છે આ અમારું ખૂબસૂરત સુરત...