Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pranav Kava

Others

3  

Pranav Kava

Others

સુરક્ષાનો સંગાથ

સુરક્ષાનો સંગાથ

1 min
178


સુરક્ષાનો સંગાથ લઈને સુરક્ષિત બનવા,

સુરક્ષાની પ્રતિજ્ઞા લઈએ કર્તવ્ય બજાવવા,


સુરક્ષાનો સંગાથ લઈને સુરક્ષિત બનવાના ..

કોરોનાને માત આપવા નિયમ પાલનના,

સામાજીક અંતર રાખી કામ કરવાના,


સુરક્ષાનો સંગાથ લઈને સુરક્ષિત બનવાના ..

માસ્કનો ઉપયોગ કરી અમે બચવાના,

સેનિટાઈઝર ના સથવારે સલામતીના,


સુરક્ષાનો સંગાથ લઈને સુરક્ષિત બનવાના ..

વીજળીના ઉપયોગમાં સાવધાનીના,

કામ કરીએ કાળજીથી ધ્યાન રાખવાના,


સુરક્ષાનો સંગાથ લઈને સુરક્ષિત બનવાના ..

આગથી રહીએ જાણ અમે સાવચેતીના,

સતર્ક રહીએ સતત ફરજ બજાવવાના,


સુરક્ષાનો સંગાથ લઈને સુરક્ષિત બનવાના ..

ભારે બોજના વહનમા એલર્ટ રહેવાના,

ધ્યેય તરફ વધવાના પાઠને ભણવાના,


સુરક્ષાનો સંગાથ લઈને સુરક્ષિત બનવાના ..

મોબાઈલના ઉપયોગમાં મર્યાદા બાંધવાના,

આરામ આપી તેને સુરક્ષિત રહેવાના,


સુરક્ષાનો સંગાથ લઈને સુરક્ષિત બનવાના ..

પાણીવાળી જગ્યાઓમાં નહી ફસાવાના,

લપસણા માર્ગે ચાલવા રાખી સરળતાના,


સુરક્ષાનો સંગાથ લઈને સુરક્ષિત બનવાના ..

મુસાફરી કે રમતગમતમાં સલામતીના,

ઘરે હોય કે કામ પર સોપાન સર કરવાના,


સુરક્ષાનો સંગાથ લઈને સુરક્ષિત બનવાના ..

આપણી કંપની કે આપણી ટુકડીના,

સૌને માટે સમાન પાલન કરવાના,


સુરક્ષાનો સંગાથ લઈને સુરક્ષિત બનવાના ..

પરિવારની ભાવનાથી સૌની કેર કરવાના,

સુરક્ષાના યોધ્ધાઓ છીએ સુરક્ષાની ઢાલ બનવાના,


સુરક્ષાનો સંગાથ લઈને સુરક્ષિત બનવાના ..

આદર્શ નાગરિક અમે જતન કરવાનાં,

નિયમોના અનુસરણથી સુરક્ષાને જીતવાના,

સુરક્ષાનો સંગાથ લઈને સુરક્ષિત બનવાના ..


Rate this content
Log in