સોનેરી સવાર સાથે શાળાઓ ખુલી
સોનેરી સવાર સાથે શાળાઓ ખુલી
1 min
189
શાળાની સોહામણી સવાર સાથે શાળાઓ ખુલી
શાળાઓની દીવાલોના ગુંજન સાથે શાળાઓ ખુલી
મેદાનની મનગમતી માયા સાથે શાળાઓ ખુલી
પાણીના પવિત્ર પરબ સાથે શાળાઓ ખુલી
કાળા પાટિયાની કલ્પના સાથે શાળાઓ ખુલી
બાળકોના ઉમંગની આશા સાથે શાળાઓ ખુલી
પેન અને પેન્સિલની પ્રગતિ સાથે શાળાઓ ખુલી
ભાષાઓની ભવ્યતા અને સભ્યતા સાથે શાળાઓ ખુલી
હસી ને હસાવવા શીખીને શીખવાડવા
અને જ્ઞાનથી ગુંજવવા શાળાઓ ખુલી
