સંસ્મરણોનો અસબાબ
સંસ્મરણોનો અસબાબ
1 min
228
સંસ્મરણોનો ખૂલતાં અસબાબ,
ભૂતકાળનો રણઝણતો રૂઆબ,
પીળા થયેલા કાગળનાં મધ્યે,
જીવનની અસંખ્ય પળોનો હિસાબ.
છાપ અને લખોટીઓનો ઢગલો,
સાથે ડોકાય એ નાનો ડગલો,
જૂનાં કપડાંની સુગંધ મધ્યે,
યાદ આવે બાળપણનો ઓટલો.
જૂનાં ફોટાઓની સાચવેલી નેગેટિવ,
જીવનને બનાવે પોઝિટિવ,
પુસ્તકના કોઈક પન્નાં મધ્યે,
ડોકાચિયાં કરતો કોઈ મોટિવ.
ચાલો જીવીએ એ પળોને આજે,
જીવનમાં ખુશીઓ ભરવા કાજે,
બાળપણની એ યાદો મધ્યે,
પ્રીત કેરો વૈભવ ગાજે.
